ખેડા જીલ્લામાં 25 સપ્ટેમ્બરના રોજ ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે

ખેડા જીલ્લામાં તા.25/09/2024ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા નાગરીકોએ પોતાની અરજી તેઓના ગામે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્ર્નોની રજૂઆત કરવા અંગેની અરજી તા. તા.10/09/2024 સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં “મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી” તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને કરવાની રહેશે.

અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ફરજીયાત પણે દર્શાવવાનો રહેશે. આ કાર્યક્રમમાં ન્યાયિક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્ર્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જન સંપર્ક અધિકારી, ખેડા-નડિયાદની અખબારી યાદીમાં જણાવાયુ છે.