ખેડા જીલ્લાનું લાડવેલના ફરતા પશુ દવાખાના દ્વારા ગાયનો જીવ બચાવવામાં આવ્યો

નડિયાદ, ગત માહિતી અનુસાર ફરતું પશુ દવાખાનું ના 10 ગામમાંથી એક અનારા ગામ ખાતે પશુધન માલીક ને ત્યાં સવારે લગભગ 11:30 વાગ્યાં ની આસપાસ તેમની H.F ક્રોસ બ્રીડની ગાય જે બીજી જગ્યા એ થી પીક અપ ટ્રકમાં લાવતા હતા અને ગાયને નીચે ઉતારતા ગાયનો પગ સ્લીપ થઇ જતા જમીન પર પટકાઈ હતી અને કોઈ ધાર વાળી વસ્તુ વાગતા તેના પેટના ભાગમા ગંભીર ઈજા પહોચી હતી અને લોહી પણ ખુબ નીકળતું હતું.

આ જોઈ પશુપાલક કે તરત જ 1962માં કોલ કરવામાં આવ્યો. લાડવેલનું ફરતું પશુ દવાખાનું વેટરનરી ડો અમિતભાઇ રાઠોડ સાથે તેમની ટિમ પાયલોટ સંજયભાઈ ડાભી ઘટના સ્થળે પોંહચી ગયા. ત્યાં પહોંચતા તરત જ ડો અમિત રાઠોડ અને તેમની ટિમ ભેગા મળીને ગાયની સારવાર ત્યાં જ સ્થળ પર જ તેના પેટના ભાગમાં ટાંકા લઈને જરૂરી એન્ટિબાયોટિક અને પેનઈનઇલર ઈન્જેકશન આપી અને H.F ગાયનો જીવ બચાવ્યો હાતો.