ખેડા, ખેડા જીલ્લાના કલેકટર કે.એલ.બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા આજે ખેડા જીલ્લાના નવ નિયુક્ત કલેકટર અમિત પ્રકાશ યાદવને અધિક નિવાસી કલેકટર બી.કે.જોશી અને પ્રાંત અધિકારી સહિત જીલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ એ આવકર્યા હતા.
કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મૂળ ઉતરપ્રદેશ વતની છે, તેઓ વર્ષ 2013ના સનદી અધિકારી છે. તેઓ સહજ સ્વભાવ ધરાવે છે. યાદવે આણંદમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે તેમજ કલેકટર નવસારી તરીકે ઉત્તમ કામગીરી બજાવી છે. આજે તેઓએ ખેડા જીલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળી લીધો છે.