ખેડા જીલ્લાની સ્વસહાય જૂથની બહેનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ

  • રૂ. 7 લાખથી શરૂ કરેલ વડીયાના કુવા દુધ મંડળીનુ વાર્ષિક ટર્નઓવર આજે રૂ. 1.43 કરોડ પહોંચ્યુ.
  • સરસવણી ગામના બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી ગીતાબેન સોલંકી, રમીલાબેન પરમાર અને કપજવંજના વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીના અરખાબેન પરમાર સહભાગી થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સ્વ-સહાય જૂથની બહેનોનો સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી ગીતાબેન સોલંકી, રમીલાબેન પરમાર અને કપજવંજના નવાગામ ગ્રામ સંગઠન સંચાલિત વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીના અરખાબેન પરમાર જોડાયા હતા. મુખ્યમંત્રીએ ખેડા જીલ્લાના સખીમંડળના સ્ટોલની મુલાકાત લઈ તેમની કામગીરી બિરદાવી હતી. કાર્યક્રમ અંતર્ગત અરખાબેન પરમારને ગુજરાત લાવલીહૂડ પ્રમોશન કંમની લિમિટેડ દ્વ્રારા સખીમંડળની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર મળ્યુ હતુ.

નવાગામ ગ્રામ સંગઠન સંચાલિત વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીની એપ્રીલ-2022 થી શરૂઆત કરવામા આવેલ. મહીલા દુધ મંડળીના ચેરમેન હરખાબેન નટવરસિંહ પરમાર જે પ્રમુખ છે તે હર્શદ ભાવાની સખીમંડળના સભ્ય છે. દુધ મંડળીમા કુલ સભાસદોની સંખ્યા 106 છે. કુલ રૂ. 7 લાખથી દુધ મંડળીની શરૂઆત કરવામા આવેલ. સખી સંઘમાથી રૂ.210 લાખ તથા રૂ.490 લાખથી બેંક લોન શરૂઆત કરવામા આવેલ. દુધ મંડળી દ્વારા રૂ. 1 કરોડ, 43 લાખનુ ટર્નઓવર કરવામા આવેલ છે. રૂ. 33 લાખનુ બોનસ દુધ મંડળી દ્વારા સભ્યોને વહેચવામા આવેલ છે. મહીને સખીમંડળના બહેનને રૂ. 20 હજારની આવક માળે છે.

સખી સંવાદમાં સહભાગી થતા ગીતાબેને જણાવ્યું હતું કે, તેઓ મિશન મંગલમના ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીની મદદથી સ્વ-સહાય જૂથ ચલાવી રહ્યાં છે. તેઓ હસ્તકલાની મદદથી ભેટ અને સુશોભનમાં વપરાતા તોરણો, ટોપલા, ઝુમ્મર વગેરે જેવી અનેક વસ્તુઓ બનાવે છે.

આ વસ્તુઓને તેઓ ગુજરાતના વિવિધ લોકમેળાઓમાં આ ઉપરાંત તેઓ ખાદી ગ્રામ ઉદ્યોગ મેળા, સરસ મેળામાં પણ વેચાણ કરે છે. તેઓ પંજાબ, ઓડીશા, આસામ જેવા રાજ્યોમાં જઈને પણ પ્રદર્શન કરી વેચાણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમના આ સ્વ-સહાય જૂથને પ્રદર્શન માટે ઓડીશાના મુખ્યમંત્રી, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. ગીતાબેન ગુજરાતના વિવિધ સાત જીલ્લાઓમાં ટ્રેનર તરીકે અન્ય મહિલાઓને તોરણ બનાવવાની તાલીમ આપે છે. આમ તેઓ અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી સમાજમાં ઉમદા ઉદાહરણ પુરૂં પાડી રહ્યાં છે.