ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

ખેડા લોક્સભા બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ દેવુંસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા અને તેમની સામે કોંગ્રેસના કાળુસિંહ ડાભી હતા. ખેડા લોક્સભા બેઠક પર ભાજપનો દબદબો રહેલો છે અને આ વખતે પણ ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

મધ્ય ગુજરાતની ખેડા લોક્સભા બેઠક કે જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના કાળુસિંહ ડાભીને હરાવીને જીત નિશ્ચિત કરાવી લીધી છે. ત્યારે જો હવે વાત કરવામાં આવે આ બેઠકની તો ખેડા લોક્સભા બેઠક સામાન્ય વર્ગ માટે અનામત બેઠક તરીકે રચવામાં આવી છે. આ બેઠક પરથી ૨૦૧૯માં પણ દેવુસિંહ ચૌહાણે ૩ લાખથી વધુ લીડ સાથે જીત મેળવી હતી.

૨૦૨૪ ની લોક્સભા ચૂંટણીમાં ખેડા લોક્સભા બેઠક પર ૫૭.૪૩ ટકા મતદાન થયું હતું. જે બાદ હવે ખેડા બેઠક પર ૨૦૨૪ ની લોક્સભામાં પણ દેવુસિંહ ચૌહાણે જીત નોંધાવી લીધી છે. ખેડા લોક્સભાના જ્ઞાતિવાદી સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. દેવુસિંહ ચૌહાણ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને ખેડામાં દેવુસિંહ લોકોમાં લોકપ્રિયતા ધરાવે છે. જેથી ફરી એકવાર ખેડા લોક્સભા બેઠક પર દેવુસિંહ ચૌહાણે જીત મેળવી છે.

ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત નિશ્ર્ચિત થઈ ગઈ છે. ખેડા લોક્સભા બેઠક ગુજરાતના મધ્યપ્રદેશમાં આવેલી છે અને આ રાજ્યનો મુખ્ય લોક્સભા મતવિસ્તાર છે. જે ૩,૮૬૩ ચોરસ કિલોમીટરના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલી, ખેડા લોક્સભા બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. ખેડા લોક્સભા મતવિસ્તારની કુલ વસ્તી ૨,૫૧૦,૮૦૪ છે, જે તેને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ચૂંટણી ક્ષેત્ર બનાવે છે.