ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડાઇઝ ખાતરો સાથે અન્ય ખાતરો ન આપવા અનુરોધ કરાયો

સંયુક્ત ખેતી નિયામક (વિ.) વડોદરા દ્વારા વડોદરા વિભાગ હેઠળના જીલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લાઓમાં ખરીફ-24માં થયેલ પાક વાવેતર તથા ખેડુતોની માંગને પહોચી વળવા સબસીડાઇઝ ખાતરોમાં ખાસ કરીને નિમ કોટેડ યુરીયા ખેડુતોને પુરતા પ્રમાણમાં અંતરીયાળ ગામોમાં ખેડુતોને નિયત ભાવે મળી રહે તે માટે તથા ખાસ કરીને ખેડુતોની ખેતરની જમીનની ફળદ્રુપતા જળવાય રહે તે હેતુથી યુરીયા ખાતર સાથે સેન્દ્રીય ખાતર, ફોસ્ફરસ/પોટાસ યુક્ત ખાતરો, સુક્ષ્મ તત્વ ખાતરો ઉત્પાદક કંપની યુરીયા ખાતર સાથે આપતી હોય છે. જે અંગે આર્થિક બોજ ખેડુતો તથા ખાતર વિક્રેતાઓને વધતો હોવાની આવેલ રજુઆતોને ધ્યાને લઇ તમામ ખાતર ઉત્પાદક કંપનીના પ્રતિનિધી, ગુજરાત એગ્રોના પ્રતિનિધી, ગુજકોમાસોલના પ્રતિનીધી તથા તમામ નાયબ ખેતી નિયામક(વિ.) સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ.

જેમા વડોદરા વિભાગ હેઠળના તમામ જીલ્લાઓમાં સબસીડાઇઝ યુરીયા તથા ડીએપી ખાતર પુરતા પ્રમાણમાં ખેડુતોને સમયસર મળી રહે તેવુ ખાતર ઉત્પાદક કંપનીના પ્રતિનીધીઓ સાથે આયોજન કરવામાં આવ્યુ તથા સબસીડાઇઝ યુરીયા તથા ડીએપી ખાતર સાથે અન્ય ખાતરો ન આપવાનો (ટેગીંગ ન કરવા) ખાતર ઉત્પાદક કંપનીઓને અનુરોધ કરવામાં આવ્યો. જેમાં તમામ ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધીઓએ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની અખબારી યાદીમાં જણાવેલ છે.