ખરસાલીયા રેલ્વે સ્ટેશન પાસે બાપોઈ નદી બ્રિજ ઉપરથી ટ્રેનની ટકકરએ અજાણ્યા વ્યકિતનુ મોત : વાલી વારસોએ ગોધરા રેલ્વે પોલીસનો સંપર્ક કરવો

ગોધરા, ગોધરા-વડોદરા રેલ્વે લાઈન ખરસાલીયા રેલ્વે સ્ટેશન પાસે બાપોઈ નદીના બ્રિજ નં.-49 ડાઉન રેલ્વે લાઈન કોઈ અજાણ્યો પુરૂષ (ઉ.વ.40 આશરે)કોઈ ડાઉન ટ્રેનની ટકકરથી નીચે પડી જતાં મોત નીપજયું હતુ.

ગોધરા-વડોદરા રેલ્વે લાઈન ખરસાલીયા રેલ્વે સ્ટેશન પાસે તા.20 માર્ચ 2024ના 11 વાગ્યા પહેલા બાપોઈ નદી બ્રિજ નં.-49 ડાઉન રેલ્વે લાઈન ઉપર અજાણ્યો ઈસમ(ઉ.વ.40 આશરે)ડાઉન ટ્રેનની ટકકર વાગતા બ્રિજના નીચે પડી જતાં શરીરે ઈજાઓ થતાં મરણ ગયેલ હોય મૃતકના વાલી વારસો મળેલ ન હોય મૃતક 40 વર્ષ આશરેનો પુરૂષ રંગે ધઉં વર્ણ ઉંચાઈ 5+5 જેણે ભુરા કલરની શર્ટ અને કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. આ બાબતે ગોધરા રેલ્વે પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને સિવિલ હોસ્પિટલ કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ છે. વાલી વારસોએ ગોધરા રેલ્વે પોલીસનો સંપર્ક કરવો.