આજરોજ તા 20/07/2024 નારોજ જીલ્લાક્ષય અને HIV અધિકારી ડો. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ ” વર્લ્ડ હિપેટાઈટીસ દિવસ” ઉજવણીના ભાગ રૂપે ખરેડી પ્રાથમિક શાળામાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ આ કેમ્પમાં ઝાયડસ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલના ડોક્ટર્સ તથા ICTC ના કાઉન્સેલર તથા ગામના લોકો હાજર રહ્યા હતા.
આજરોજ આ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલ ના સી ઑ દ્વારા હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજHIV-TB- હિપેટાઈટીસ ઇ-ઈ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ICTC કાઉન્સેલર દ્વાર IEC કરી HIV /ટીબી/હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી.
હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાઇરસ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા અને જરૂરી સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો. આ હેલ્થ કેમ્પની અંદર બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો.