ખાનપુર,
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામના રહીશ દ્વારા ખાનપુર તાલુકા પંચાયત ખાતે આપઘાત કરી લીધા બાદ સ્થાનીક પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ મૃતકના પુત્ર દ્વારા પિતાની આત્મહત્યા પાછળ જવાબદાર તમામ અધિકારી કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના એક હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા વાંદરવેડ ગામના રહીશ બળવંતસિંહ ચારણ દ્વારા ગત શનિવારના રોજ ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં જ આત્મહત્યા કરી લીધી હતી. બળવંતસિંહ ચારણે આત્મહત્યા કરતા પહેલા પોલીસ કંટ્રોલ મના ૧૦૦ નંબર પર ૧૨:૧૩ વાગ્યે ફોન કરીને પોલીસને જણાવ્યું હતું કે મને સરકારી સહાયનો કોઈ લાભ મળતો નથી. સરકારી સહાય મેળવવા માટે હું ઘણાય સમયથી ધક્કા ખાઈ રહ્યો છું, છતાં પણ મને સરકારી સહાયનો લાભ મળતો નથી. જેથી અઘટીત પગલું ભરીશ, પોલીસ કંટ્રોલ મમાં આ પ્રકારની જાણ થયા બાદ પોલીસ ૧૨:૨૦ વાગ્યે તાલુકા પંચાયત કચેરી ખાનપુર ખાતે પહોંચી હતી.જ્યાં પોલીસને તાલુકા પંચાયત કચેરીના પગથિયાંમાં બળવંતભાઈ ચારણનો આપઘાત કરેલો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા મૃતકના પુત્ર ને સમગ્ર બાબતની જાણ કરવામાં આવ્યા બાદ તેમના પુત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પિતાની આત્મહત્યા પાછળનું કારણ સરકારી સહાય સમયસર ન મળવા હોવાનું જ માલૂમ પડતાં પ્રથમ તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ જ મૃતદેહ સ્વીકારવાનું જણાવ્યું હતું. બાદમાં સ્થાનિક આગેવાનોની સમજાવટથી મૃતકના પુત્રએ મૃતદેહ સ્વીકાર્યો હતો. સ્થાનિક આગેવાનો દ્વારા આપવામાં આવેલા આશ્ર્વાસન અનુસંધાને આત્મહત્યાના બે દિવસ બાદ પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મૃતકના પુત્ર દ્વારા ગ્રામ પંચાયત થી માંડીને તાલુકા પંચાયત સુધીના એવા તમામ અધિકારીઓ કર્મચારીઓ કે જેઓ બળવંતસિંહ ચારણની આત્મહત્યા પાછળ જવાબદાર છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠી…
મૃતક બળવંત ભાઈ ચારણના કપડામાંથી મળી આવેલ એક ચિઠ્ઠી મુજબ ચીઠ્ઠીમાં તેઓએ આત્મહત્યા કરતા પહેલા પંચમહાલના ભાજપના સાંસદ અને લુણાવાડાના ભાજપના ધારાસભ્ય સામે પોતે ભાજપના વર્ષોથી સમર્થક હોવા છતાં સરકારી લાભ – સહાય ન મળતો હોવાને લઇને આક્રોશ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે મરીશ તો પણ ભાજપને જ માનીશ, પણ કોઈએ મા – ગરીબનું કામ કર્યું નથી. મૃતક દ્વારા ઠાલવવામાં આવેલા લેખિત આક્રોશ બાદ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. ભાજપ પક્ષ માટે પોતાના પિતા સક્રિય હોવાનું તેમના પુત્રએ કબૂલ્યું હતું.
સમયસર સરકારી સહાય અપાઈ હોત તો જીવન ગુમાવવો પડતો…
સરકાર દ્વારા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે નબળા લોકો માટે અનેક યોજનાઓ બનાવ્યા બાદ તે યોજનાનો લાભ જરિયાતમંદ લાભાર્થીઓને આપતા હોવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે અને કરોરો પિયાનો ખર્ચ કરીને મોટા કાર્યક્રમોના આયોજન કરીને સહાય – લાભો આપવાની વાતો કરવામાં આવે છે. ત્યારે બળવંતસિંહ ચારણની આત્મહત્યા આ તમામ દાવાઓની ચાડી ખાય છે. સરકાર અને તેના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા બળવંતસિંહ ચારણને સમયસર લાભ સહાય ચૂકવવામાં આવી હોત તો તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવત.