ખાનપુર તાલુકાના એસ.ટી.બસ ચાલકોની મનમાનીને લઈ ગ્રામજનોમાં રોષ

ખાનપુર, ખાનપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં એસ.ટી.બસ ઉભી ન રખાતા ગ્રામજનો અને છાત્રો ગુસ્સે ભરાયા હતા. બસ ચાલકોની મનમાની સામે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ બસને રોકતા મામલો બિચકયો હતો. બાદમાં પોલીસ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો.

ખાનપુર તાલુકાના ખાનપુર, મેણા, ભાદરોડ, રંગેલી, કાલિશેલો, બેડેસરા, છાપરી, બેડવલ્લી, ભેવાડા સહિત અનેક બસ સ્ટોપ પર લાંબા રૂટથી આવતી બસો આગળના સ્ટોપેજથી જ ફુલ થઈને આવતી બસો ખાનપુર, મેણા, ભાદરોડ, રંગેલી, કાલિશેલો, બેડેસરા, છાપરી, બેડવલ્લી, ભેવાડા સહિત સ્ટોપજ પર બસો ઉભી રહેતી નથી. લુણાવાડા, ગોધરા, વિરપુર, બાલાસિનોર, મોડાસા, માલપુર ભણવા જતા વિધાર્થીઓ તેમજ પેસેન્જરો સહિત લોકો હેરાન થાય છે. જો બસ ઉભી રાખે તો એમાં જગ્યા ન હોવાથી વિધાર્થીઓ સમય ચુકી જાય છે. જેથી ભાદરોડ ગામે વિધાર્થીઓ તથા મુસાફરો હોવા છતાં બસ ઉભી ન રખાતા ગ્રામજનો તથા વિધાર્થીઓ ગુસ્સે થઈને બસને રોકતા ચાલકે મનમાની કરતા મામલો બિચક્યો હતો. આખરે પોલીસ આવીને મામલો થાળે પાડ્યો હતો.