ખાનપુર તાલુકાના રંગેલી ભાદરોડ અને કાળી શેલો ગામે ભાદર મુખ્ય કેનાલ ઠેરઠેર લીકેજથી ખેતરોમાં પાણી ભરાયા

મલેકપુર,જળ એ જીવન કહેવાય પણ એજ જળ જો અભિશાપ બને તો અને વાત ખેડૂતોની હોય ત્યારે જળ ખેતી માટે અગત્યનું ઘટક બની રહે છે. જો પાણી ઓછું હોય તો પણ ખેતી બગાડે અને જો પાણી વધારે હોય તો પણ ખેતી બગાડે કૈક આવુજ બન્યું છે.

ખાનપુર તાલુકાનાં રંગેલી ભાદરોડ અને કાળી શેલો ગામના ખેડૂતો માટે ભાદર ડેમ માંથી આવતી ભાદર મુખ્ય કેનાલના પાણી અભિશાપ બન્યા છે. કેનાલ છેલ્લા કેટલાય વર્ષોથી સમારકામ વગરની છે. જેને લઇને ઠેર ઠેર કેનાલ લીકેજ થાય છે અને આ ત્રણ ગામોની 100 હેકટર થી વધુ જમીનમાં પાણી ભરાઈ રહે છે અને જેને લઇને ખેડૂતોના મકાઈ, દિવેલા, બાજરી, ઘઉં, મગફળી જેવા ઊભા પાકો સડી જવા પામ્યા છે અને આ સમસ્યા આજની નથી વર્ષોથી ખેડૂતો આના માટે રજૂઆતો કરતા આવ્યા, પણ એમનું સંભાળનાર કોઈ નથી. ચોમસા સીઝન બાદ તેઓ કોઈ પાક લઈ શકતા નથી અને કેનાલ ખાતા વાળા જોઇને જતા રહે છે, પણ કોઈ ચોક્કસ કામ કરતા નથી. જેને લઇને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિશય પાણી ભરાઈ રહેવાના કારણે એમનો મહામૂલો પાક બગડી ગયો છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ભાદર તારા વહેતા પાણી રોકો અમે અમને વળતર આપો.

ખાનપુર તાલુકાનાં રંગેલી, ભાદરોડ અને કાળીશેલો ગામના જ્યાંથી ભાદર ડેમ માંથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલ કે જે ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના થઈને 8 હજાર હેકટર જેમીનમાં ખેડૂતોને ખેતી માટે પિયત કરવા પાણી પૂરૂં પાડે છે, પણ ભાદર ડેમ થી માત્ર 10 કી.મી ના અંતરે આ કેનાલ લીકેજ છે અને કરાનાત્એજ કે કેનાલની યોગ્ય જાળવણી થતી નથી છેલ્લા ક્યારે એને સમારકામ કરાયું હશે તે સ્થાનિક ખેડૂતોને પણ યાદ નથી. આ કેનાલ લીકેજ ના કારણે ખાનપુર-લીમડીયાને જોડતા હાઈવેની બાજુમાં આવેલ ખીણોમાં પણ 3 કી.મી. સુધી પાણી ભરાઈ રહે છે અને આજુબાજુ આવેલા ખેડૂતોની જમીનમાં પણ પાણી ભરાઈ રહે છે.

ખેડૂતોની મહેનત પર પાણી ફરેલી કહેવત અહીંયા સાચી પડે છે. ખાનપુર તાલુકાના ત્રણ ગામની થઈને 100 એકર થી વધુની જમીનમાં કરેલા ઊભા પાકોમાં તેમજ ખાલી જમીનમાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતો કહે છે કે ભાદર હતા વહેતા પાણી ખેતરોમાં વહેતા રહ્યા જે પાણી થાકી પાક મેળવવાનો હોય તેજ પાણી હવે ખેડૂતોના પાકને બગાડી રહ્યું છે, પાક સડી ગયો છે. અતિશય પાણીના કારણે ઉગેલા પાકમાં સડો થઈ ગયો અને ખેડૂતોની મહેનત એલે ગઈ.

ખેડુતો જણાવે છે કે, હવે આમાંથી શું મેળવવાનું ખેડૂતોએ મકાઈ,બાજરી, ઘવ અને મગફળી જેવા પાકો કર્યા છે, તે મહેનત અને ખર્ચ હવે તેમને માથે પડ્યા છે. ત્યારે ખેડૂતો હવે વળતર ની માંગણી કરી રહ્યા છે.

સમગ્ર મામલે જ્યારે ભાદર કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, બે-ચાર દિવસમાં ખેડૂતોના પ્રશ્ર્નોનો નિકાલ થાય તેવું કરી આપવામાં આવશે. જ્યારે છેલ્લા ક્યારે સમારકામ થયું તેમ પૂછતા તેમને જવાબ આપવાનું ટાળી કામ થઈ જશેની વિગત જણાવી.

અતુલ પાંડે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર કેનાલ…

મહત્વના મુદ્દા:

1 ) વર્ષોથી ખેડૂતોને સમસ્યા ભાદર કેનાલની મરમત અને સમારકામ સાફસફાઈ ના થવાના કારણે ઠેર ઠેર લીકેજ.

2 ) ત્રણ ગામોમાં થઈને 100 થી વધુ એકરમાં ખેતરોમાં પાણી પાણી.

3 ) ખેતરોમાં ક્યાંક તળાવ જેટલા પાણી.

4 ) ખેડૂતોની અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહી.

5 ) મકાઈ બાજરી જુવાર ઘવ ચના મગફળી જેવા પાકોમાં નુકશાન.

6) ખેડૂતોની વળતરની માંગ.

ખાનપુર તાલુકાનાં રંગેલી ભાદરોડ અને કાળી શેલો ગામના ખેડૂતો માટે ભાદર ડેમ માંથી આવતી ભાદર મુખ્ય કેનાલ ના પાણી લીકેજ થયેલા નજરે પડે છે