
- આયુષ્યમાંન કાર્ડ થકી મે મારા કેન્સરનું નિશુલ્ક સારવાર કરાવી હું હવે મારા પરિવાર સાથે ખુશીથી રહું છું- લાભાર્થી પંચાલ રસિકભાઈ.
મહીસાગર,મહીસાગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ-રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મેરી કહાની મેરી જુબાની અંતર્ગત મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામના વતની પંચાલ રસિકભાઈ જણાવે છે કે, હું લુહાર કામ કરી મારૂ અને મારા પરિવારનું ભરણ પોષણ કરૂં છું એવામાં મારા માટે કેન્સર જેવી મોટી બીમારીનું સારવાર કરવું ઘણું મુશ્કેલ હતું. ત્યારે મને સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું આ કાર્ડ થકી મે મારા કેન્સરનું વિનામૂલ્યે સારવાર કરાવી અને હવે હું મારા પરિવાર સાથે ખુશીથી રહું છું. આયુષ્યમાંન કાર્ડ થકી મારા કેન્સરનું વિનામૂલ્યે સારવાર કરવા બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું.
નોંધનીય છેકે, આયુષ્યમાન ભારત કાર્ડ અનેક ગરીબ મધ્યમ અને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. લાખો રૂપીયાના ખર્ચે થતું ઓપરેશન આજે આયુષ્યમાન ભારત કાર્ડથી બિલકુલ મફત થાય છે. જેના કારણે લાખો નાગરિકો આ યોજનાના લાભથી નવજીવન મેળવી શક્યા છે.