ખાનપુર તાલુકાના કોલંબી ગામે રામદેવપીરના વંશજ આનંદ સિંહ મહારાજ નું સ્વાગત કરાયું

મલેકપુર ,મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના કોલંબી ગામે નવ યુવક રામા મંડળ કોલંબી દ્વારા રામદેવરા થી પધારેલ રામદેવજી મહારાજના વંશજ આનંદસિંહ મહારાજ રામદેવરા અને તેમના સાથી ભક્તો ખેતમલ શર્માજી બાબા રામદેવ પ્રચાર પરિષદ રામદેવજી મહારાજ ગાદી પતિ શ્રી108 કડવાભાઈ ડામોરને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા બાબુભાઇ ખરેડી અને હરીશભાઈ ડામોરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલંબી ગામના ઉપસ્થિત નવ યુવક રામા મંડળના ભક્તો અને આજુબાજુના આવેલ ભક્તોને પ્રોત્સાહિત કર્યા હતા.