લુણાવાડા,ખાનપુર ગામની યુવતી ચંદ્રિકાબેન પરમાર તા.18/03/2023 નારોજ કારંટામાં ચાલતા ઉર્શનો મેળા જોવા ગઈ હતીફ ત્યાંથી તે ગુમ થયેલ અને 4 દિવસ બાદ કારંટા મહીસાગર નદી માંથી તેમની લાશ રહસ્યમય રીતે મળી આવેલ જેને આજે 11 દિવસ થવા છતાં પોલીસના સઘન પ્રયત્નો હોવા છતાં કોઈ ગુનેગારો હાથમાં આવતા નથી. ત્યારે બાકોર ગામના દલિત યુવા યુવતીઓ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે ભગવાનશ્રી રામની પૂજા અર્ચના પ્રાથેના સાથે ગુનેગારો વહેલમાં વહેલી તકે પકડાઈ અને ચંદ્રિકાબેનને ન્યાય મળે તે માટે વિશેષ રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.