ખાનપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા યુ.સી.સી.ના વિરોધમાં આવેદન

ખાનપુર, ખાનપુર મામલતદાર કચેરીમાં આદિવાસી સમાજના અગ્રણિઓ તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ ચોૈહાણ દ્વારા યુ.સી.સી.ના કાયદાના વિરુદ્ધમાં રાષ્ટ્રપતિને સંબોધિને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે,કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજને નુકસાનકારક એવા કેન્દ્ર સરકાર દ્વારા યુ.સી.સી.અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ યુ.સી.સી.ના કાયદાના અમલથી આદિવાસીઓના સંવિધાનિક હકકો છીનવાઈ જાય તેવી થિયરીની રચના થઈ રહેલ છે. અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા જાહેરમાં યુ.સી.સી.નો ખુલ્લો વિરોધ કરેલો હતો. અને આ કાયદા બાબતે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજકિય પક્ષો સાથે બેઠક કરી દરેક સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને યુ.સી.સી.ડ્રાફટને દેશની જનતા સમક્ષ મુકવામાં આવવો જોઈએ. આવેદનપત્ર મહિસાગર જિલ્લા કલેકટર દ્વારા ગુજરાત રાજયપાલ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી, ગુજરાત રાજયના આદિવાસી વિકાસ મંત્રી, ભારત દેશના પ્રધાનમંત્રી તથા ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા જણાવ્યુ છે.