ખાનપુર તાલુકામાં સીસીટીવી કેમેરાથી સજ્જ પ્રથમ ગામ બન્યું : 9 સ્થળોએ કેમેરા લાગ્યા

ખાનપુર, મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં વાવ્યો ગામ સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળુ પ્રથમ ગામ બન્યું છે. મૈયાપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પણ 9 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

લીંબડીયા ચોકડીથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલા અને આશરે 600 ની વસ્તી ધરાવતુ વાવ્યો ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના પશુપાલકોને સવાર-સાંજ ખેતરોમાં એકલદોકલ જવાનું હોય છે. ત્યારે બહેન-દિકરીઓની સલામતી તેમજ ચોરી સહિતના બનાવોને રોકવા માટે મૈયાપુર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, ગામના સરપંચ દીપકભાઈ જગન્નાથ પંડ્યા તેમની આગવી કોઠાસૂજને લઈ એક લાખ રૂપિયાના સ્વભંડોળથી ગામના તમામ પ્રવેશદ્વાર જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર ત્રીજી આંખ સમાન 9 સીસીટીવી કેમેરાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. જોકે, સીસીટીવીનું સીધું કનેક્શન વાવ્યો દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડવામાં આવ્યું છે અને તેનુ સંચાલન કરવામાં આવે છે. ગામના તમામ પ્રવેશદ્વાર જાહેર વિસ્તાર અને જાહેર માર્ગોની બન્ને સાઈડે ચોમાસાની ઋતુ દરમિયાન ઉગી નીકળેલા ઘાસ અને ઝાળી ઝાંખરા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.