મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના રણજીતપુરા ચોકડી લીંમડીયા લુણાવાડા હાઇવે માર્ગ પર રવિવારની રાત્રીએ સ્વીફ્ટ કારના ચાલકે તેમની ગાડી પુરઝડપે હંકારી ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે ટેમ્પાને જોરદાર ટક્કર મારતાં ટેમ્પો પલ્ટી ખાઇ જતાં કલ્પેશભાઈ જેસીગભાઈ ખાટને શરીરે ઓછી વતી ઇજાઓ થઇ હતી. જ્યારે સ્વીફ્ટ ગાડીના ચાલક મુકેશભાઈ રણછોડભાઈ પટેલ રહે. નરોડા, તા.ખાનપુર હાલ રહે. લુણાવાડા મધુવન સોસાયટીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત થતાં અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલકે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.