ખાનપુર, પ્રાપ્ત માહિતી અનુસાર ઝેર ગામના રાવત હેમાભાઈ રૂપાભાઈ જેમના ધરમાં અચાનક આકસ્મિક રીતે આગ લાગતા ધર વપરાશના સાધનો તેમજ ધરમાં રહેલ રોકડ રકમ, ખાવા-પીવાની વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. પરિવારો અગ્નિશામક તંત્રની રાહ જોઈ બેઠા છે ત્યારે કાચુ ધર હોવાના કારણે આગ કાબુમાં લેવી મુશ્કેલી પડી રહી હતી. તંત્ર વહેલી તકે સ્થળની મુલાકાત લઈ યોગ્ય વળતર આપે સાથે ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફટીની સુવિધા તંત્ર દ્વારા પુરી પાડવામાં આવે એવુ સ્થાનિકો માંગ માંગ કરી રહ્યા છે. કારંટા જિલ્લા પંચાયત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ માલીવાડ દ્વારા રૂબરૂ મુલાકાત કરી 5 હજારનો ચેક આપી પરિવારને આશરો આપ્યો હતો. જયારે આજથી 10 થી 12 લાખનુ નુકસાન થયુ હતુ. જેમાં પાંચ લાખના દાગીના અને ચાર લાખ રૂપિયા રોકડા હતા જે મોટાભાઈને કેન્સર હોવાના કારણે ભેગા કર્યા હતા. પરિવાર પાસે કોઈ ડોકયુમેન્ટ બચ્યા નહિ હોવાથી બધા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.