ખાનપુરના ટાંકના ભેવાડા ગામે 22 વર્ષીય પરણિતાને શારીરિક માનસીક ત્રાસથી કંટાળી ગળે ફાંંસો ખાઈ આપધાત કર્યો

  • પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ મરવા માટેની દુષ્પ્રેરણની ફરિયાદ.

ખાનપુર,ખાનપુર તાલુકાના ટાંકના ભેવાડા ગામે 22 વર્ષીય પરણિતાને પતિ અને સાસુ-સસરા દ્વારા ધરકામ બાબતે અવારનવાર શારીરિક માનસીક ત્રાસ આપતા હોય આવા કાયમી ત્રાસથી કંટાળીને પરણિતાએ ધરની નજીક ખેતરના છોડ ઉપર ઝાડની ડાળીએ સાડી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી મરણ ગયેલ હોય આ બાબતે પરણિતાના પરિવાર દ્વારા આરોપીઓ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ ખાનપુર તાલુકાના ટાંકના ભેવાડા ગામની 22 વર્ષીય પરણિતા પારૂલબેન મુકેશ ઉર્ફે બીટુ માલીવાડને છેલ્લા એક વર્ષથી તેના પતિ અને સાસુ-સસરા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય પતિ મુકેશ ઉર્ફે બીટુ માલીવાડ, ભલાભાઇ કાળુભાઇ માલીવાડ, ગીતાબેન ભલાભાઇ માલીવાડ દ્વારા મરણજનાર પારૂલબેનને ધરના કામકાજ માટે યેનકેન પ્રકારે શારીરિક અને માનસીક ત્રાસ આપવામાં આવતો હતો અને પારૂલબેનને મરવા માટે મજબુર કરાઈ હોય પરણિતાથી કાયમી ત્રાસ સહન ન થતાં 13મેના રોજ મરણજનાર પારૂલબેન તેમના ધર નજીક ખેતરના શેઢા ઉપર ઝાડી-ઝાંખરામાં હરેડાના ઝાડની ડાળીએ સાડી વડે ગળે ફાસો ખાઈ આપધાત કરી મરણ ગયેલ હોય આ બાબતે બાકોર પોલીસ મથકે નાનાભાઇ રૂમાલભાઇ પટેલીયા દ્વારા આરોપી પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ મરવા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી.