ખાનપર, પુરવઠા વિભાગના સચિવ દ્વારા રાજયમાં પણ પંચમહાલ જિલ્લા જેવી ડીએસઓઓ તથા મામલતદાર કામગીરી કરે તેવી સુચનાઓ આપીનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે મુડાવડેખ ગામે આવેલ સસ્તા અનાજની દુકાન પર તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનદાર કનુ પંડ્યા ખાનપુર તાલુકા એસો.ની સસ્તા અનાજની દુકાનનો વહીવટ કરતો હોવાની ચર્ચાઓ વચ્ચે મામલતદાર સસ્તા અનાજની દુકાનમાં સરકારી અનાજની ગેરરિતી પકડી પાડી હતી. મામલતદારે દુકાનમાંથી આશરે 60 હજાર રૂપિયાના સરકારી ધઉં અને ચોખાની ગેરરિતી પકડીને દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. જયારે મુડાવડેખમાં ગેરરિતી પકડાતા લાભાર્થીઓએ દુકાનનો પરવાનો રદ્દ કરવાની માંગ કરી છે.