ખાનપુરના મેણા ગામે ખેતરમાં પાણીની પાઈપ લાઈન કરી રહ્યા હતા. તે સમયે મેણા ગામના ત્રણ ઈસમો દ્વારા માર મારતાં બાકોર પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
ખાનપુર તાલુકામાં આવેલ મેણા ગામે લક્ષ્મણભાઈ ભુરાભાઈ માલીવાડ પોતાના ખેતરમાં પાણી પાઈપ લાઈન કરી રહ્યા હતા. તે દરમિયાન પાડોશી ખેતરના માલિકો જગદીશભાઈ સોમાભાઈ માલીવાડ, માનાભાઈ નાથાભાઈ માલીવાડ, સોમાભાઈ નાથાભાઈ માલીવાડ,આ તમામ ગમે તેવી ગાળો બોલતા હતા. ત્યારે લક્ષ્મણભાઈ એ પુછ્યુ કે તમે કેમ ગાળો બોલો ત્યારે આ ઈસમોએ કહેલ કે તું અમારા ખેતરના શેઢે વાડ કેમ કરી છે. તેવુ જણાવેલ ત્યારે લક્ષ્મણભાઈ કહ્યું કે, તમારી હદમાં વાડ નથી મારી હદમાં વાડ કરી છે. તેઓએ જણાવ્યું હતું પરંતુ પૂર્વ જુની અદાવત હોય તેમ ત્રણેય ઇસમો લાકડી લઈને દોડી આવ્યા હતા અને લક્ષ્મણભાઈને લાકડી ઓ મારવા લાગ્યાં હતા. ત્યારે લક્ષ્મણભાઈ બુમો કરતા તેમની સાથે રહેલા ઉમેશભાઈ માલીવાડ, અને ભરતભાઈ માલીવાડ, બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ગડદા પાટુનો માર માર્યો હતો ત્યાર બાદ વધુ બુમાબુમ થતાં આ ત્રણેય ઇસમો ભાંગી ગયાં હતા. ત્યારે લક્ષ્મણભાઈ ઈજાગ્રસ્તને સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે બાકોર પોલીસ મથકે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.