ખાનપુર,મહિસાગરના ખાનપુર તાલુકામાં આવેલી છાણી ખાતુ ડામોરની મુવાડી ગામે મહિલાને ગોળી વાગવાની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મણીબેન રાયસિંગભાઈ રાવળ નામની મહિલા તેના ગામની પાસે આવેલા જંગલ વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. તે સમયે ડુક્કર (ભૂંડ)નો શિકાર કરવા માટે આવેલી ટોળકીએ આ ગોળી ચલાવી હોવાનું અનુમાન છે. કમરના ભાગે ગોળી વાગતા 108માં મણીબેનને પહેલા એમ્બ્યુલન્સમાં લુણાવાડા લઇ ગયા, જ્યાં ડોક્ટરે દાખલ કરવાની ના પાડતા તેમને ગોધરા ખાતે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ગોધરા હોસ્પિટલમાં પણ મણિબેનને દાખલ ન કરતા તેમને 150 કિમી દૂર વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મહિલાને ગંભીર પ્રકારની ઇજા પહોંચી મહિલાને ગોળી વાગતા કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી ઘાયલ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. મહિલાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાંથી ગોધરા રીફર કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા ખસેડાઇ છે. ઘટનાસ્થળેથી ડુક્કર (ભૂંડ)નો પણ મૃતદેહ મળી આવ્યો.
સમગ્ર મામલે મહીસાગર ઉુ.તા પી.એસ. વળવી સહિત બાકોર પોલીસ સ્ટેશની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ ઘટનાસ્થળેથી ડુક્કર (ભૂંડ)નો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી હાલ શિકારી ટોળકી દ્વારા ગોળી ચલાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.ત્રણ-ત્રણ હોસ્પિટલ ફર્યા.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત મહિલાના જેઠ હર્ષદભાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, મારા ભાઇના પત્ની મણીબેન રાયસિંગભાઇ રાવળ ખેતરમાં પથ્થર અને કાંટા વીણવા માટે ગયા હતા. ત્યારે શિકારીઓએ રોઝ અને ડુક્કર (ભૂંડ)ના શિકાર માટે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન મણીબેનને કમરના ભાગે ગોળી વાગતા 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. જેથી મણીબેનને પહેલા એમ્બ્યુલન્સમાં લુણાવાડા લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને દાખલ કરવાની ના પાડતા અમે તેમને ગોધરા ખાતે હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ગોધરા હોસ્પિટલમાં પણ મણિબેનને દાખલ ન કરતા તેમણે વડોદરા જવાનું કહ્યું હતું. જેથી અમે ઇજાગ્રસ્તને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇને આવ્યા છીએ. ગોળીબાર કરનારા શખસો કોણ છે, તેને અમે ઓળખતા નથી.