લુણાવાડા, ખાનપુરના છાણી ખાતુ ડામોરની મુવાડી ગામે મહિલાને ગોળી વાગવાની ધટના 16 દિવસ પહેલા બની હતી. જેમાં મણીબેન રાવળ ગામ પાસે આવેલ જંગલમાં લાકડા વિણવા માટે ગઈ હતી. તે સમયે ડુકકર (ભુંડ)નો શિકાર કરવા માટે આવેલ ટોળકીએ ગોળી ચલાવતા મહિલાને ગોળી વાગતા કમમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરતા ધાયલ મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાંથી ગોધરા રિફર કર્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી. ત્યારે આ ધટના સ્થળે એક મૃત ભુંડ મળી આવતા પોસ્ટમોર્ટમ દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હોવાનુ જાણવા મળતા બાકોર પોલીસ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન તપાસ કરતા રમેશ બારીયા, સુરમા બારીયા તથા જુવાન બારીયા (તમામ રહે.નેસડા)ધરેથી મળી આવતા પુછપરછ કરતા તમામે ગુનો કબુલ કરેલ અને વપરાયેલ હથિયાર કબ્જે લીધા હતા.