બાકોર, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ધોધાવાડાથી ભુવાબાર જવાના રસ્તા પર કેનાલના માર્ગે ગેરકાયદેસર લઈ જવાતા લાકડા ભરેલ ટ્રક અને ટ્રેકટર ઝડપાયુ હતુ.
ખાનપુર તાલુકાના મામલતદારે ખનીજ ચોરી અને લાકડાચોરી કરતા ઈસમો વિરુદ્ધ લાલ આંખ કરી છે ત્યારે વધુ એક લાકડા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. મામલતદારની આકસ્મિક તપાસમાં ખાનપુર તાલુકાના ધોધાવાડાથી ભુવાબારના રસ્તા પર કેનાલ નજીક કણજના લાકડા ભરેલ નંબર પ્લેટ વગરની ટ્રક અને ટ્રેકટર ટ્રોલી ઝડપાઈ હતી. મામલતદારે ગેરકાયદે લાકડાના જથ્થા સાથે બંને વાહનો જપ્ત કરી બંનેના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.