ખાનપુર, ખાનપુર તાલુકાના ધોગવાડા ગામે પિયરમાં આવેલ મહિલાએ કોઈ કારણોસર પાણી ભરેલ કુવામાં ઝંપલાવી આપધાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખાનપુર તાલુકાના ધોગવાડા ગામે પિયરમાં રાધાબેન શૈલેષભાઈ બારીયા આવ્યા હતા અને કોઈ કારણોસર પિયરમાં ધર નજીક આવેલ કુવામાં ઝંપલાવીને આપધાત કરીને જીવન ટુંકાવ્યું હતું. આ બાબતે બાકોર પોલીસને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ.અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પોલસી મથકે જાણ કરનાર મૃતકના પતિ શૈલેષભાઈ બારીયાના જણાવ્યા મુજબ રાધાબેન બિમાર રહેતા હોય અને શ્ર્વાસ લેવામાં તકલીફ હોવાથી ચિંતામાં આપધાતનું પગલું ભર્યું હોય શકે છે.