ખાનપુર, ખાનપુર તાલુકાના બાબલીયા ચોકડી પાસે સ્વીફટ કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી એકટીવાને ટકકર મારી અકસ્માત સર્જી ચાલક માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ પાછળ બેઠેલ મહિલાને ઓછી વધતી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ બાકોર પોલીસ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખાનપુર તાલુકાના બાબલીયા ચોકડી પાસેથી પસાર થતી સ્વીફટ કાર નં.એમએચ.02.ડીજી.8218ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફિકરાઈથી હંકારી લાવી એકટીવા નંં.જીજે.35.એમ.1618ને ટકકર મારી અકસ્માત સર્જયો હતો અને એકટીવા ચાલક દિનેશભાઇ સોમાભાઇ વાળંદ (રહે. નરોડા, ખાનપુર)ને માથાના ભાગે ગંંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે એકટીવા પાછળ બેઠેલ ઈન્દુબેન ડાહ્યાભાઇ ગોકળભાઇ પટેલને શરીરે ઓછી વધતી ઈજાઓ તેમજ છાતીના ભાગે ફેકચર કરી ગુન્હો કર્યો. આ બાબતે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.