ખાનપુરના 15 વર્ષીય બાળક ડીએમડી રોગથી પીડાતા બાળકનું મોત થતાં તેના મિત્રોને મિત્ર ગુમાવ્યાનું દુ:ખ

ખાનપુર,મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા ખાનપુર ગામના પંચાલ સુરેશભાઈનો એકનો એક પુત્ર પૂર્વ પાંચમાં ધોરણમાં આવ્યો ત્યારે આ બાળક(DMD)DHUSHEN MASCULAR DISTROFY નામના રોગ થી પીડાતો હતો. પછી એને સ્કૂલ જવામાં તકલીફ પડવા લાગી કહેવાય છે કે મિત્રતા એ સાચા અર્થમાં છેલ્લી ઘડી સુધી સાથ નિભાવે છે. એવા પૂર્વના મિત્રો પૂર્વ સ્કૂલ ના આવવાના કારણે રોજ એની ખબર લેવા આવતા. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ જ્યારે તેના મિત્રો બોર્ડની પરીક્ષા આવી. ત્યારે પણ પૂર્વની ખબર લઇ તેના આશીર્વાદ લઈ પરીક્ષા આપવા ગયા. દરેક મિત્રોના આંખના આંસુ હતા કે પૂર્વની કમી હતી. સાચી મિત્રતામાં ક્યારેય સાથના છોડતા મિત્રો હમણાં પૂર્વને તકલીફ વધતા મોડાસા દાખલ કરતાં તરત જ પૂર્વની વ્હારે આવ્યા. એક વખત એના જન્મ દિવસ નિમિતે કેક લઈને આવીને ઉજવણી કરી હતી.

પૂર્વની ઉંમર આ વર્ષે 15 વર્ષની હતી. હમણાં 1 એપ્રિલના રોજ પૂર્વની તબિયત લથડતાં તેને મોડાસા એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મોત સામે જજુમતા પૂર્વનો મિત્રો એ સાથના છોડ્યો. કોલ કરીને પૂર્વની આઈસીયુ માં ખબર લેવા માંડયા એને ત્યાં આરામ ના થતાં અમદાવાદ હોસ્પિટલ લઈ ગયા. અચાનક જ 6 એપ્રિલ પૂર્વ સવારના 3 વાગ્યે દેહ છોડયો.

તેને ઘરે લાવ્યા ત્યારે તેની અંતિમવિધિમાં પણ એની પડખે મિત્રો તરત આવી ગયા. દરેકના હદયમાં પૂર્વ માટેની આંસુની લાગણી હતી. એક મિત્ર ગુમાવી બેઠયાનું દુ:ખ હતું પણ કુદરતની કરૂણતા જોવો.

એટલું જ આજે પણ પૂર્વના બેસણાંમાં પણ મિત્રો આજે સમાજ રીત રિવાજ મુજબ આજે આવીને સમાજ વચ્ચે એના બેસણાંમાં જોડાયા. આને સાચી મિત્રતા કહેવાય એનું સાચું ઉદહારણ આ પૂર્વના જીવન માંથી લેવા જેવું છે. સાચે મિત્રો હોય તો આવા મળજો કોઈ શબ્દો ખરેખર ગુમાવવામાં મદદ કરી શકતા નથી. હૃદય જાણે છે, દોસ્ત અમારા સહુના દિલમાં વસેલો છે. જીવન ક્ષણિક છે. આવી મિત્રતાનું સાચું ઉદહારણ કટોકટી સમયે પણ ફરજ નિભાવતા મિત્રો.