ખાનપુર મામલતદારે પરમીટ વગરનુ રેતી ભરેલ ડમ્પર ઝડપ્યુ

લુણાવાડા, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દેગામડા બસ સ્ટેન્ડ પાસે પુરઝડપે જઈ રહેલ રેતી ભરેલ હાઈવા ડમ્પરને ખાનપુર મામલતદાર એ રોકી તપાસ કરી પાસ પરમીટ માંગતા ગલ્લા તલ્લા કરતા ખાનપુર મામલતદાર દ્વારા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી ડમ્પરને ખાનપુર પોલીસ સ્ટેશન ખાતે મોકી દેવામાં આવ્યુ હતુ.બીજી તરફ હાઈવા ડમ્પરમાં 20 ટનથી પણ વધુ રેતી ભરેલી હતી. જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેમ રાત્રિ દરમિયાન કેટલાય રસ્તાઓ પર ડમ્પરો ફરી રહ્યા છે. અને જિલ્લાઓમાં કુદરતી સ્ત્રોત દિવસે ને દિવસે નષ્ટ થઈ રહ્યા છે. સરકારી મિલ્કતમાં આવેલી કેટલીય ટેકરીઓ ગાયબ થઈ રહી છે અને ખનનની ચોરી વધી રહી છે. મહિસાગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી ન થતાં મહિસાગર જિલ્લામાં ખનન ચોરો બેફામ બન્યા છે.