મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ખાનપુરથી લીમડીયા હાઈવે પર ભેવાડા ગામ પાસે ઈફકોન્સ પ્રોજેકટ દ્વારા રૂ.1.32 કરોડના ખર્ચે નવીન પુલ બનાવ્યો છે. આ પુલની કામગીરી 14 જુલાઈના રોજ પુર્ણ થઈ હતી. નવીન પુલનો એક ભાગ 17 દિવસમાં ધોવાઈ જતાં આર એન્ડ બી વિભાગે કોન્ટ્રાકટરને નોટિસ આપીને સંતોષ માન્યો હતો. ત્યારે સોમવારના ભારે વરસાદને લીધે 1.32 કરોડના પુલ પર ડામરના રોડ પર ખાડાઓ પડી જતાં કામગીરી પર ફરીથી સવાલો ઉઠ્યા હતા. પુલ નવીન બનાવ્યા બાદ 17 દિવસના એક ભાગ ધોવાયા બાદ 45 દિવસે પુલ પરના ડામર રોડ પર ખાડાઓ પડતા આર એન્ડ બી અને કોન્ટ્રાકટરની મિલીભગત હોય તેમ લાગી રહ્યુ છે. અગાઉ નોટિસ આપીને સંતોષ માની રહેલ મહિસાગર આર એન્ડ બી વિભાગ નવીન પુલ પરના ડામર રોડ પર ખાડાઓ પડતા કેવા પ્રકારની કાર્યવાહી કોન્ટ્રાકટર કરે તે હવે જોવુ રહ્યુ.