ખાનપુર,
મહિસાગર જિલ્લા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન રાઠવા એસ. ઓ.જી શાખાના નાઓને ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે, ખાનપુર તાલુકાના રહેમાન ગામે રહેતા ભરતભાઈ શનાભાઈ માલીવાડ નો પોતાના કબજા ભોગવટા ખેતરમાં લીલા વનસ્પતિજન્ય ગાંજાના છોડ વાવેતર કરેલ છે.
એ બાતમી હકીકત આધારે એન.ડી.પી.એસ એક્ટ મુજબની અલગ અલગ કાર્યવાહી કરી એસ.ઓ.જી સ્ટાફ ના અધિકારી તથા પોલીસ માણસો તથા પંચો સાથે બાતમી હકીકત આધારે બાકોર પો. સ્ટે.થી નીકળી ખાનપુર તાલુકાના રહેમાન ગામે આવી રેડ કરતા સરદર ઈસમ ભરતભાઈ શનાભાઇ માલીવાડનો તેના ઘરે હાજર મળી આવેલ હોય તેને સાથે રાખી તેના ખેતરમાં તપાસ કરતા અને તેના ખેતરમાંથી ગાંજા ના છોડ નંગ ૨૨ તથા તેના ભાઈ બાબુ ભાઈ નાના ભાઈ માલીવાડ ના ખેતરમાં તપાસ કરતા એના ખેતરમાં થી લીલા ગાંજા ના છોડ નંગ ૦૫ મળી કુલ છોડ નંગ ૨૭ કુલ વજન ૬.૩૭૬ કિ.ગ્રામ ફુલ કિંમત રૂપિયા ૬૩,૭૬૦/- નો મુદ્દામાલ વાવેતર કરી આરોપી ભરતભાઈ શનાભાઇ માલીવાડ નો પકડાઈ જઈ તથા આરોપી બાબુભાઈ શનાભાઇ માલીવાડનો ઘરે નહીં મળી આવેલ ગુન્હો કરેલ હોય બંને ઈસમો વિરૂદ્ધ બાકોર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ .