ખાનપુર,ખાનપુર તાલુકાના કોલંબી ગામમાં બે દિવસ પહેલા સુકુ ઝાડ પડવાના કારણે કેબલ તુટયો હતો. જે કેબલને જોઈન્ટ કરવા માટે ગ્રામજનોએ એમજીવીસીએલમાં રજુઆત કરતા એમજીવીસીએલના માણસો આવ્યા પરંતુ કેબલ જોઈન્ટ કરવાના બદલે ઉતારી લીધો હતો. અને ગ્રામજનોના ના કહેવા છતાં પોતાની મનમાની કરી ચાલ્યા જતા 100 થી 150 ધરોમાં અંધારપાટ રહ્યો હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે. નિશાળ ફળિયામાં વીજ કંપની દ્વારા ઉભી કરાયેલી ટી.સી.ના ફ્યુઝ બોક્ષ તેમજ વાયર જર્જરિત હાલતમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી એ ટી.સી.ઉપર ફ્યુઝ બોક્ષ ઝરાય કટાઈ ગયેલા હતા. કેબલ વાયર પણ જર્જરિત થઈ ગયા હતા. જેના કારણે તો ધણી વખત વીજ પ્રવાહ વધી જતા ધરના ઉપકરણોએ પણ નુકસાન ભોગવ્યુ છે. બીજી તરફ એ ટી.સી.ખેતરોમાં આવેલ હોવાથી ચાલુ વીજપ્રવાહ વાળા ખુલ્લા બોક્ષ વાયરો જમીન પર અડકી રહેલા જેના કારણે પશુ તથા ખેડુતોને અકસ્માતે વીજ કરંટ લાગવાનો ભય સતત સતાવી રહ્યો છે. આ અંગે ગ્રાહકો દ્વારા ભંગાર હાલતમાં જોવાતા બોક્ષ તેમજ કેબલ વાયરને બદલવા માટે અનેકવાર રજુઆત કરી રિપેર કરવામાં આવ્યુ નથી. ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી ગ્રામજનોને લાઈટ વગર અંધારામાં રહેવાનો વારો આવ્યો છે.