ખાનપુર,
માલીવાડ સમાજના તેજસ્વી તારલાઓનું સોહમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન ચોરા (માલીવાડ ભવન) ખાનપુર ખાતે ભાઈ બીજ-મળણના દિવસે કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડના સાંનિધ્યમાં સંસ્કૃતના શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષક એમયુસીભાઈના મુખ્ય આતિથ્ય અને ડો. અભયસિંહ માલીવાડ દ્વારા સોહમ ચેરીટેબલ ટ્રસ્ટ ખાનપુરના સૌજન્યથી માલીવાડ સમાજના શ્રેષ્ઠ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરી અતિથીઓનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. મુખ્ય અતિથિ ભૂતપૂર્વ શિક્ષક (ખાનપુર) એમ યુ સીભાઈ નું પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડના હસ્તે સાલ ઓઢાડી, પુષ્પગુચ્છથી સન્માન કરી ડો. અભયસિંહ માલીવાડ અને ટીમ દ્વારા મોમેન્ટો અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા. અતિથીઓના આશીર્વચનમાં સોહમ ચેરીટેબલ ટ્રસ્ટના ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય, શિક્ષણ અને સેવાના સકારાત્મક સમન્વય એટલે આ કાર્યક્રમ દ્વારા સમાજને શ્રેષ્ઠ અને સદ્દભાવના સાથે ઉત્તમ મદદરૂપ થવાનું આવશ્યક માધ્યમ બતાવવામાં આવ્યું. ધોરણ-10 માં મિતેશ માલીવાડના 85.83 ટકા અને ધોરણ-12 માં વિધિ માલીવાડના સીબીએસઈ અંગ્રેજી માધ્યમમાં 86.60 ટકા મેળવવા બદલ સ્મૃતિ ચિન્હ અને પ્રશંસા પત્ર અને સાથે તેઓનું વિશેષ સન્માન અરવિંદભાઈ માલીવાડ (હાલોલ) દ્વારા કરવામાં આવ્યું. કુલ 32 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું સ્મૃતિ ચિન્હ અને પ્રશંસા પત્ર અને એક બુક ભેટ કરી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 10મું, 12મું, બીએસસી, બીએ, બીએડ, એમએસસી, આઇટીઆઇ, એમબીબીએસ જેવી લાયકાત પૂર્ણ ધરાવતા શ્રેષ્ઠ માલીવાડ તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા. ટીમ માલીવાડમાં સ્મૃતિ ચિન્હ અને પ્રશંસા પત્ર ડો અભયસિંહ માલીવાડ અને ભોજન આર્થિક સહાય ડો રવીન્દ્ર માલીવાડ, ડો. અભય માલીવાડ, રમેશભાઈ માલીવાડ તરફથી કરવામાં આવી. કાર્યક્રમમાં સલાહ, સૂચન અને માર્ગદર્શન સહાયતામાં પ્રવિણસિંહ માલીવાડ (છોટાઉદેપર), રમણભાઈ માલીવાડ (નડિયાદ), વજેસિંહ માલીવાડ (જૂનાગઢ), નવીનભાઈ, ગજેન્દ્રસિંહ માલીવાડ (છોટાઉદેપુર), મોહનભાઈ, ભારૂભાઈ, સામંતભાઈ, નટુભાઈ, વિક્રમભાઈ, ઇન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ તલાટી વગેરે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન જેશિંગભાઈ માલીવાડ (ભાણપુર) અને આભાર રમેશભાઈ માલીવાડ (વડોદરા) દ્વારા કરવામાં આવ્યો.