ખાનપુરના ભુવાબાર ગામે વંટોળમાં લગ્ન મંડપ ઉડતા ચાર ને ઈજાઓ

ખાનપુર, ખાનપુર તાલુકાના ભુવાબાર ગામે રહેતા બારીયા સોમાભાઈ ભુરાભાઈને ત્યાં લગ્ન રાખવામાં આવ્યુ હતુ જેમાં મોર તલાવ ગામેથી જાન આવી હતી. બાંધેલા મંડપમાં 100થી વધુ લોકોની ઉપસ્થિતિમાં લગ્નવિધિ ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ધુળની ડમરી સાથે હવાનુ વંટોળ આવ્યુ હતુ. અને મંડપમાં હવાને બહાર જવાની જગ્યા ન મળતા મંડપ હવામાં ઉડીને પડતા નાસભાગ મચી જવા પામી હતી. બુમાબુમ વચ્ચે મંડપ પડવા લગ્નમાં આવેલા જાનૈયાઓ માલીવાડ ભુરાભાઈ રૂપાભાઈ, માલીવાડ શાંતાબેન શિવાભાઈ, માલીવાડ વાલાભાઈ સોમાભાઈ, તથા બારીયા પ્રેમિલાબેન શિવાભાઈને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.