
ખાનપુર, ખાનપુરના મોટા ખાનપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આ સહી થી મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જ્યાં બાલિકાઓ એ કુમકુમ તિલક કરી સમગ્ર ગ્રામજનોએ અદકેરૂ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ સ્થળે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભવોને હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશક્ત કિશોરી તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલાકારીગરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો રજા જોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશ સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મની નિહાળી હતી ઉપસ્થિત સૌ નાગરિકો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ બી.કે.પટેલ, જીલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ બારીયા, ખાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ રશ્મિકાબેન ડામોર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ, સરપંચ નવીનભાઈ, ડે. સરપંચ વિનુભાઈ પંચાલ, ખાનપુર તાલુકા ભાજપા પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, મહામંત્રી કે.કે. ડામોર, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન ચમાર, એપિએમસી ચેરમેન ભુલાભાઇ પટેલ, પંચામૃત ડેરીના ડિરેક્ટર હસમુખભાઈ પટેલ, જીલ્લા ભાજપા મંત્રી સી.એન.બારીયા, પટ્ટણ જીલ્લા પંચાયત સીટના સદસ્ય પ્રતિનિધિ અરવિંદભાઈ બારીયા, ટીડીઓ યજ્ઞેશભાઇ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મેણા દિનેશભાઇ બારીયા, નવાગામ વિક્રમભાઈ ડામોર, વાઢેલા બાબુભાઇ કટારા તલાટી અમિતભાઇ અને વિશાલ સંખ્યામાં પંચાયત વિસ્તારના આગેવાનો, વડીલો, બહેનો, યુવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.