દાહોદ,\ નવા વર્ષના પ્રારંભે જ કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવેલ વોચ દરમ્યાન એલપીજી ગેસ ભરવાની કંટેનર ગાડી પકડી પાડી તલાસી લઈ તેમાંથી રૂા. 53.28 લાખની કિંમતના વિદેશી દારૂની પેટીઓ નંગ-975 પકડી પાડી તેના ચાલક સહીત બે જણાની અટક કરી રૂા. 50,00ની કિંમતનો મોબાઈલ ફોન તથા રૂપિયા 20 લાખની કિંમતનું કંટેનર મળી રૂા. 73,33000નો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક સહીત કુલ છ જણા સામે ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.
કતવારા સીનીયર પી.એસ.આઈ એ.પી.પરમાર પી.એસ.આઈ આર.આર.સોલંકી પોતાના સ્ટાફના માણશોને સાથે લઈ થર્ટીફર્સ્ટને લઈ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતાં નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહ્યા હતા. તે દરમ્યાન સીનીયર પી.એસ.આઈ એ.પી.પરમારને બાતમી મળી હતી કે યુપી-17-એટી-2294 નંબરની એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી સુરતાના બુટલેગરને પહોંચાડવા માટે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે. જે બાતમીને આધારે કતવારા પોલીસે બાતમીમાં દર્શાવેલ નંબર વાળી એલજીપી ગેસ ભરવાની ક્ધટેનર ગાડીને આવતા ઝડપી પાડી ગાડીની તલાસી લઈ ગેસ ભરવાની ક્ધટેનર માંથી ભારતીય બનાવટનાં ઈગ્લીશ દારૂ સીગરામ રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ વ્હીસ્કી રોયલની નાની મોટી 750 એમ.એલની તશા 180 મીલીની તથા સીગરામ બ્લેન્ડર પ્રાઈડની 750 એમએલની મળી કુલ રૂપિયા 53,28,000ની કુલ કિંમતની પેટીઓ નંગ-975 પકડી પાડી ગાડીના ચાલક બાડમેર જીલ્લાના મંગેલ ગામના લાલારામ રાવતરામ બેનીવાલ(જાટ) તથા ગાડીના કલીનર પ્રવીણકુમાર હેમારામ બેનીવાલ(જાટ)ની અટક કરી તેઓની પાસેથી રૂપિયા 5000ની કિંમતનો ઓપો કંપનીનો એન્ડ્રાઈડ મોબાઈલ પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 20 લાખની કિંમતની એલપીજી ગેસ ભરવાની કંરેન્ટર ગાડી મળી રૂપિયા 73,33,000નો મુદ્ામાલ કબજે લઈ કતવારા પોલીસે પકડાયેલા ઉપરોક્ત બંને જણા ઉપરાંત એલપીજી ગેસ ભરવાના ક્ધટેનરમાં દારૂ ભરી આપનાર, કંન્ટેનરના માલિક, દારૂ આપનાર ઠેકાના માલિક તથા દારૂ મંગાવનાર મળી કુલ છ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.