બેકવોટરના કિનારે સંપૂર્ણ સુવિધાયુક્ત ૧૦૪ ટેન્ટ લગાવી સુંદર ટેન્ટ સિટી બનાવવામાં આવશે.
ભોપાલ,
મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના બેકવોટરમાં સ્થિત હનુવંતિયા ટાપુ ખાતે જલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ જલ મહોત્સવ ૨૫ નવેમ્બર, ૨૦૨૨થી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન યોજાશે. જ્યાં પ્રવાસીઓને વોટર એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવીટીનો આનંદ માણવા મળશે. તેની સાથે પ્રવાસીઓ મયપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાણવાની તક પણ મળશે. અહીં બેકવોટરના કિનારે સંપૂર્ણ સુવિધાયુક્ત ૧૦૪ ટેન્ટ લગાવી સુંદર ટેન્ટ સિટી બનાવવામાં આવશે.
જલ મહોત્સવ એ રાજ્યના સૌથી મોટા આયોજનોમાંનો એક છે. અહીં બેકવોટરના કિનારે સુંદર ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેમાં ૧૦૪ સંપૂર્ણ સુવિધાયુક્ત ટેન્ટ લગાવવામાં આવ્યા છે. પ્રવાસીઓની સવાર ઉગતા સૂર્યના સોનેરી કિરણો સાથે થશે. યોગ અને યાન જેવી પ્રવૃત્તિઓ થશે. સ્વાદિષ્ટ નાસ્તો તમારા દિવસની શાનદાર શરૂઆત કરશે. નદીના ઠંડા પાણીમાં એટખેલિયન્સ ટાપુની આસપાસ સાયકલ ચલાવવું, સ્થાનિક ગામની મુલાકાત લઈને ગ્રામ્ય જીવનના સાક્ષી બનવા, ફૂડ ઝોન, ક્રાટ બજાર, સ્ટારગેઝિંગ, આઇલેન્ડ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. સાંજના સમયે લોકનૃત્ય, શાીય અને પોપ સંગીતનું પણ આયોજન કરવામાં આવશે.
આ જલ મહોત્સવમાં કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રવાસીઓ વિન્ડસફગ, વોટર પેરાસેલિંગ, વોટર ઝોબગ, જેટ-સ્કીઇંગ, સ્પીડ બોટ, હોટ એર બલૂન રાઈડથી લઈને ક્રુઝ બોટ રાઈડ, પેરામોટરીંગ, બનાના બોટ જેવી રાઈડોનો આનંદ માણી શકાશે. આ ઉપરાંત વૈવિયસભર અને સ્વાદિષ્ટ ભોજન, કારીગરી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ્સ દ્વારા દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓને મયપ્રદેશના સમૃદ્ધ વારસા, સંસ્કૃતિ, રીત-રિવાજો અને પરંપરાઓને જાણવા અને સમજવાની તક મળશે.જો ખંડવા જિલ્લામાં અન્ય ઘણા પ્રવાસી આકર્ષણો છે જેમાં ઓમકારેશ્ર્વર જ્યોતિલગ, નાગચુન ડેમ, ઘંટાઘર, તુલીજા ભવાની મંદિર, ઈન્દિરા સાગર ડેમ અને સૈલાની ટાપુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ અહીં બર્ડ વોચિંગ, ટ્રેકિંગ અને નાઇટ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકે છે. હનુવંતિયાનું સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દોર છે. ઈન્દોરથી રોડ મારફતે ૨.૩૦ કલાકની મુસાફરી કરીને ટાપુ પર પહોંચી શકાય છે. જો તમે રેલ્વે દ્વારા મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારે ૫૦ કિમી દૂર ખંડવા (જંકશન) પર ઉતરવું પડશે. સ્ટેશન પછી ટેક્સી અને જાહેર પરિવહન સરળતાથી ઉપલબ્ધ છે.