ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન, જાહેર વિતરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્વારા ખાંડની સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક જાહેર કરવા અંગે સૂચના અપાયેલ છે. જે અનુસાર જીલ્લાના ખાંડના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, બીગ ચેઈન રીટેઈલર્સ, પ્રોસેસર્સ કે અન્યને ભારત સરકારની વેબસાઈટ https://esugar.nic.in/ssmp/sp.html પર રજીસ્ટર કરવા અ ને તેમની પાસેના ખાંડના સ્ટોક નેમે.ટનમાં (M.T.) અઠવાડિક (દર સોમવારે) ઉકત વેબસાઈટ પર જાહેર કરવા જણાવેલ છે. જે કોઈ સ્ટોક હોલ્ડરએ ઉપર મુજબનું રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો તાત્કાલીક ભારત સરકારના ઉકત પોર્ટલ પર તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
જો કોઈ સ્ટોક હોલ્ડર્સ પાસે નિર્ધારીત કરેલ ખાંડના સ્ટોક લીમીટ કરતા વધુ સ્ટોક જણાય તો તેમણે ભારત સરકારની વેબસાઈટ https://esugar.nic.in/ssmp/sp.html પોર્ટલ પર જથ્થો જાહેર કરવાનું નકકી થઈ આવેલ છે.ઉપરોકત વિગતે દાહોદ જીલ્લાના ખાંડના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, પ્રોસેસર્સ ને જણાવેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવા જીલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારાજણાવવામાં આવે છે.