ખાણ-ખનિજ વિભાગે નાઈટ પેટ્રોલીંંગ દરમ્યાન શહેરા તાલુકા માંથી રેતી અને કવાર્ટઝ સહિતના ટ્રક ઝડપ્યા

શહેરા,પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ દિન પ્રતિદિન પંચમહાલ જીલ્લામાં થઈ રહેલ ખનીજ ચોરીને લઈને સતત નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. જેના કારણે બેરોકટોક ધમધમી રહેલા ખનન વહન ઉપર બાજ નજર રાખી ગેરકાયદેસર ફેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર અસરકારક કામગીરી કરતા ફફડાટ ફેલાયો છે.ત્યારે ગઈકાલે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકીંગ દરમ્યાન બાતમી મળી હતી કે શહેરા તાલુકામાં ગેરકાયદેસર ઓવરલોડ બે ટ્રક ક્વાર્ટઝ અને બે ટ્રક રેતી ભરી જઈ રહ્યું છે. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે બંને જગ્યા ઉપર રેડ કરી. અને ચાર ટ્રક સહિત 70 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગઇકાલે પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગ ની ટીમ ગેરકાયદેસર હેરા ફેરી કરતા ખનીજ માફીયાઓ બાજ નજર રાખી નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, શહેરા તાલુકા માંથી બે ટ્રક ક્વાર્ટઝ અને બે ટ્રક રેતી ભરીને ગેરકાયદેસર જઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ દરમિયાન શહેરા તાલુકામાંથી બે ટ્રક ક્વાર્ટઝ અને બે ટ્રક રેતી ભરી જઈ રહેલ ચાર ટ્રકોને ઝડપી પાડી 70 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોની અટકાયત કરી અને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરી મુકવામાં આવ્યો હતો.