ગોધરા, પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બેરોકટોક ધમધમી રહેલા ખનન વહન ઉપર બાજ નજર રાખી ગેરકાયદેસર ફેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર રોજ બરોજ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકીંગ દરમ્યાન બાતમી મળી હતી કે ગોધરા તાલુકા નજીકમાં આવેલા કનોડ ગામે ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલ એક ડમ્પર ઝડપી પાડી 30 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ગઇકાલે મોડી સાંજે પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદેસર હેરા ફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર બાજ નજર રાખી પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, ગોધરા તાલુકા નજીકમાં આવેલા કનોડ ગામે પાસે એક ડમ્પરમાં ગેરકાયદેસર રેતી ભરી જઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ દરમિયાન ગોધરા તાલુકા નજીકમાં આવેલા કનોડ ગામેથી એક રેતી ભરેલી ડમ્પર સહિત 30 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા તાલુકાના ટીંબા ગામે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો.