ખાણ ખનિજ વિભાગ કેમ પાંગળૂ છે ગેરકાનૂની રીતે રેતીનો કાળો કારોબાર થાય છે તો પણ સરકારી તંત્ર રોકવામાં નિષ્ફળ કેમ ?

*

દે.બારીઆ,
દે. બારીઆ તાલુકા દાહોદ જીલ્લામાં રાજકીય દ્રષ્ટ્રી એ કે પછી સાંસ્કૃતિક દ્રષ્ટી એ મહત્વનો છે જ શું ? ભ્રષ્ટાચારમાં પણ મોડેલ બની ગયો છે. દે.બારીઆની પાનમ નદીમાં કિંમતી ખનિજનો ભંડાર છે. જે રેતી ‚પી છે. આ ખનિજ કાચૂ સોનું છે. અડીને આવેલો રાજસ્થાનના બાંસવાડામાં પાનમ નદીની રીતની ઘણી ઊંચી કિંંમત મળે છે. એક ટનના એક હજારથી પંદર સો ‚પીયામાં વેચાણ થાય છે. જેથી ખનિજ માફિયાઓ બેફામ થઈ ગયા છે. ચોમાસામાં ખનિજ સ્ટોક કરી ઊંચા ભાવે વેચાણ કરે છે અને નવી રેતીનું ખનન પણ અતિભારે ઉપકરણોથી આધુનિક મશીનો દ્વારા ખનન થાય છે પણ ખાણ અને ખનિજ વિભાગ પોતાના ખિસ્સામાં વજન આવી જતો હોય તો કેમ આ તરફ આવ્યું. અગર દેખાવ પૂરતો આવવા નિકળે તો દાહોદ થી નિકળે તો ફોન થઇ જાય અને અહિંયા રેતી માફિયાઓ ગાડીઓ ભરવાનું બંધ કરી દે અને આવી ને જતા રહે તો પણ ફોન થઈ જાય એટલે ફરી ગેરકાનુની ખનન ૨૪ કલાક ચાલુ થઈ જતો હોય છે.

રેતીના માફિયાઓ સાથે ભ્રષ્ટ અધિકારો વહેવાર લઈને ખનિજ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરી ખનિજ ચોરીમાં સરકારી તંત્ર સાથ આપતા હોય તો કોણ આવા કાચા સોનાના ઘંઘામાં ના ઝંપલાવે કરોડો રૂપીયાનું ગુજરાત સરકારની તિજોરીને નુકશાન થઈ રહીયુ છે. ટ્રાફિક પોલીસને પણ ફોડી નાખી છે. જેથી આંખ આડા કાન કરતા દેખવા મળે છે. સ્ટેટ વિજીલન્સ આ દીશામાં કોઈક પગલાં ભરશે કે પછી લુંટો રે ભાઈ લુંટોની નીતિ ચાલતી રહેશે કે પછી આપણા પ્યારા ભારત દેશને વફાદારીના સપત લેવાય છે. તે અંગેની થોડી પણ લાગણી થશે તે તો આવનારો સમય બનાવશે કે ભારત મહાન છે કે પછી ભ્રષ્ટાચાર આચરવું મહાન છે. જેથી ભ્રષ્ટાચાર દેશોની યાદીમાં ઉપર આવી જઈએ તો નવાઈ નહીં.