ખાણ કૌભાંડ મામલે રાંચીમાં ઈડીના દરોડા, સોરેનના મીડિયા સલાહકાર પર પણ દરોડા

રાંચી, ખાણ કૌભાંડ મામલે આજે ઈડી રાંચીમાં સવારથી દરોડા પાડયા હતાં એક સાથે અડધો ડઝનથી વધુ સ્થળો પર ઈડીના દરોડા શરૂ થયા હતાં આ દરોડો રાંચીમાં એક આર્કિટેક્ટ ના ઘરે થઈ રહ્યો છે જે પિસ્કા મોર સ્થિત છે. તે જ સમયે, રતુ રોડ પર એક વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. રોશન નામના વ્યક્તિના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જે લોકોના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાંથી ઘણા ઝારખંડ સરકારના નજીકના હોવાનું કહેવાય છે. હેમંત સોરેનના મીડિયા સલાહકાર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

તે જ સમયે, ઝારખંડમાં ઈડીની કાર્યવાહી પછી, એક મોટું રાજકીય સંકટ ઉભું થયું છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ધરપકડની તલવાર લટકી રહી છે. ભાજપના નેતા નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે હેમંત સોરેન તેમની પત્ની કલ્પનાને મુખ્યમંત્રીની ખુરશી પર નિયુક્ત કરવાની યોજના બનાવી રહ્યા છે, જોકે મુખ્યમંત્રીએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

ભાજપનો આરોપ છે કે મુખ્યમંત્રી હેમંત સોરેને રૂ. ૭૦ હજાર કરોડના કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પાર્ટીનું કહેવું છે કે સોરેન જાણે છે કે જો તે ઈડી સમક્ષ હાજર થશે તો તેનું રહસ્ય ખુલી જશે, તેથી જ તે ફરાર છે. દરમિયાન, કલ્પના સોરેનને નવા સીએમ બનાવવાના સમાચાર પર હેમંત સોરેને કહ્યું, ’મારી પત્ની ચૂંટણી લડશે તેવા સમાચાર ભાજપે આપ્યા છે. હું કલ્પના સોરેનને કમાન્ડ સોંપવા જઈ રહ્યો છું એવી ખોટી વાતો ભાજપે બનાવી છે.’ હેમંત સોરેને ઈડીના સમન્સને પણ ગેરકાયદે ગણાવ્યા છે.