ખખડધજ બસ સ્ટેશનને નવિનીકરણ કરવા માંગ

  • મલેકપુર થી આઠ કિમી દૂર સેમારાના મુવાડા બસ સ્ટેન્ડનો જર્જરિત ભાગ તૂટી પડવાની આશંકા.

મલેકપુર,

લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામે આવેલ બસ સ્ટેન્ડની બિસ્માર હાલતને લઈ ગ્રામજનો દ્વારા બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી છે. આમ, જર્જરિત હાલતને કારણે ચોમાસામાં પણ છત માંથી પાણી ટપકવાને કારણે મુસાફરોને અનેક મુશ્કેલી વેઠવાની વારો આવ્યો હતો. આમ, મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં મુસાફરો માટેની છત સમાન હોય છે. ત્યારે ખાલી ખોખા સમાન બની ગયેલ બસ સ્ટેન્ડને કારણે મુસાફરોને બહાર ઊભા રહેવાની સ્થિતિ ઉભી થઇ છે. બસ સ્ટેન્ડની આગળનો તેમજ અંદરનો RCC ભાગનો પોપડા ઉખડી અને અવારનવાર નીચે પડવાની ઘટનાઓ જોવા મળી રહી છે. જ્યારે બસ સ્ટેશનની અંદર છતના સિમેન્ટના પોપડા ટુટી જવાના કારણે સળિયા પણ હવે દેખવા લાગ્યા છે.આમ અવારનવાર મુસાફરો વિશ્રામ માટે તેમજ બહાર જવા માટે બસ સ્ટેન્ડમાં બેસતા હોય છે. ત્યારે જર્જરિત ભાગ તૂટી જવાને કારણે અકસ્માતની ભીતિ સર્જાઇ રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા તંત્રને કરવામાં આવી છે. આમ, આ બસ સ્ટેશન બિસ્માર હાલત તેમજ જર્જરિત હાલતમાં હોઈને જોખમ હોઈ તેને લઈને મુસાફરોને અનેક મુશ્કેલીઓઅનુભવવી પડી રહી છે. આ પીકઅપ સટેનડ જોખમી હોય તેને દુર કરીને તેજ સથળે નવીન પીકઅપ સ્ટેન્ડ મુસાફરજનતાના હીતમાં તંત્ર દ્વારા બનાવાય તેવી માંગ ઉઠેલ છે.