
અમદાવાદ,ખાદ્યતેલના ભાવમાં રૂ.૧૦નો અને કપાસિયા તેલમાં રૂ.૧૫નો વધારો થયો છે. અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે. ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી. મગફળી બજારમાં ભાવમાં નોંધપાત્ર ફેરફાર હતો. જૂનાગઢમાં ૬,૦૦૦ ગુણીની આવક હતી. જેમાં પિલાણના ૨૪,૨૦૦, જી ૧૦ ૨૮,૧૦૦, જી૨૦ ૩૧ ૨૮,૩૦૦ અને ટીજે ૩૭ ૨૭,૩૦૦ ઉપર જણાતા હતા. ખાદ્યતેલના ભાવમાં રૂ.૧૦નો અને કપાસિયા તેલમાં રૂ.૧૫નો વધારો થયો છે. અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
રાજકોટમાં સીંગતેલમાં ૧૫ કિગ્રા ટીન ૨૫૬૦- ૨૬૧૦, ૧૫ કિગ્રા લેબલ ટીન ૨૫૧૦ ૨૫૬૦, ૧૫ લીટર નવા ટીન ૨૪૩૦ ૨૪૮૦, ૧૫ લીટર લેબલ ટીન ૨૨૮૦ ૨૩૩૦ ઉપર હતા. સાઈડ તેલોમાં કપાસિયા તેલમાં રૂ. ૧૫ કિગ્રા નવા ટીન ૧૭૩૫- ૧૭૬૫, ૧૫ કિગ્રા જુના ટીન ૧૬૦૫ ૧૬૫૫, ૧૫ લીટર નવા ટીન ૧૫૩૫ ૧૫૮૫, ૧૫ લીટર જુના ટીન ૧૪૮૫- ૧૫૩૫ ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ ૧૬૨૦ ૧૬૬૦, પામોલિન તેલ રૂ. ૧૫૮૫- ૧૫૯૦, કોપરેલ ૨૨૩૦ ૨૨૫૦, દિવેલ ૨૦૭૦ ૨૦૯૦, કોર્ન ૧૫૬૦ ૧૫૭૫, મસ્ટર્ડ ઓઇલ ૧૬૧૦ ૧૬૪૦ અને સનફલાવરના ભાવ ૧૫૨૦ ૧૫૪૦ ઉપર જણાતા હતા. એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે. દિવેલના ભાવ ૧૧૯૫ ૧૨૦૫ ઉપર નોંધાયા છે. એરંડા બજારમાં મુખ્ય પીઠમાં જગાણા ૧૧૯૧, કડી ૧૨૩૫, કંડલા ૧૧૮૦ ૧૧૮૫, શાપુર ૧૧૮૦ ૧૧૮૫ અને ગિરનારના ભાવ ૧૧૮૦ ૧૧૮૫ ઉપર જોવા મળ્યા છે. કપાસ બજારમાં મક્કમ વલણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજે ૧૧,૦૦૦ મણની આવક જોવા મળી હતી. આજરોજ દેશમાં ૫૬,૦૦૦ ગાંસડી કપાસની આવક હતી. જ્યારે રાજ્યમાં ૧૫,૦૦૦ ગાંસડીની આવક જણાતી હતી. સૌરાષ્ટ્રમાં ૭૦,૦૦૦ મણની આવક રહી હતી.