ખાદ્ય તેલના ભાવોમાં ધરખમ ધટાડો થતાં ફરસાણ અને નાસ્તાના ઉંચા ભાવને લઈ ગ્રાહકોની કરાતી લુંટને લઈ જીલ્લા પુરવઠા અધિકારીને સામાજીક કાર્યકર દ્વારા રજુઆત

  • તેલના ભાવ ધટેલ હોય ત્યારે ફરસાણ, નાસ્તાના ભાવમાં ધટાડો કરવા માંગ.

ગોધરા,

ગુજરાત રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ધટાડો થયેલ છે. તેમ છતાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાંં ફરસાણ અને નાસ્તાઓના ભાવમાંં ધટાડો થયો નથી. વેપારીઓ તેલના ભાવ વધવા સાથે ફરસાણ અને નાસ્તના ભાવોમાં વધારો કરવામાંં આવતો હોય છે. પરંતુ ખાદ્ય તેલના ભાવમાં ધટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં નહિ આવી લુંંટ ચલાવવામાં આવે છે.

રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ધટાડો થયેલ છે. ખાદ્ય તેલના ભાવનો ધટાડો થતાં ફરસાણ અને નાસ્તાના ભાવોમાં કોઈ ફરક પડતો નથી અને ફરસાણ અને નાસ્તાના ધંધાદારીઓ ગ્રાહકોને ભાવ ધટાડાનો લાભ આપતા નથી. હાલમાં ખાદ્ય તેલ સીંગતેલ, કપાસીયા અને પામોલીન તેલમાં ડબ્બા ઉપર 700 થી 800 રૂપીયાનો ધટાડો થયેલ તેમ છતાંં પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ફરસાણના વેપારીઓ દ્વારા ભાવ ધટાડો કરવામાં આવતો નથી અને ફરસાણ અને નાસ્તાનો ધંધો કરતા ધંધાદારીઓ ગ્રાહકોની લુંટ કરી રહ્યા છે. ત્યારે પંંચમહાલ જીલ્લા સહિત ગોધરાના ફરસાણ અને નાસ્તાના ધંધાદારીઓને ભાવ ધટાડો કરવા આદેશ કરવામાં આવે તેવી માંંગ સાથે જીલ્લા પુરવઠાને લેખિત રજુઆત સામાજીક કાર્યકર સંજય ટહેલ્યાણી દ્વારા કરવામાંં આવી છે.