ખડગપુરમાં હોટલના દરોડામાં પોલીસને ભાજપ નેતાની બેગમાંથી લાખો રૂપિયા મળ્યા

કોલકતા, પશ્ર્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં પોલીસે એક રાજકારણી પાસેથી લાખો રૂપિયાની રોકડ રિકવર કરી છે. મોડી રાત્રે જિલ્લા પોલીસ દ્વારા ખડગપુરની એક હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં અગ્નિમિત્રા પોલની નજીકના ભાજપના નેતા પાસેથી ૩૫ લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ મામલે ટીએમસી નેતાઓએ ભાજપ પર નિશાન સાધતા નાણાંનો દુરુપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો.

સૂત્રોએ જણાવ્યું કે ભાજપના આ નેતાનું નામ સમિત મંડલ છે. તેમની પાસેથી મળી આવેલી લાખો રૂપિયાની રોકડની તસવીરો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન સમિત મંડલ ખડગપુરમાં હતો. ખડગપુર એ ભારતના પશ્ર્ચિમ બંગાળ રાજ્યના પશ્ર્ચિમ મેદિનીપુર જિલ્લામાં સ્થિત એક ઔદ્યોગિક શહેર છે.

જણાવી દઈએ કે આજે લોક્સભા ચૂંટણીમાં પાચમા તબક્કા માટે મતદાન થયું ં છે. આજે ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે મતદાન થયું છે. ત્યારે પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ નેતા પાસેથી લાખો રુપિયા મળી આવતા સવાલો ઉઠી રહ્યા છે.