કેજીએફ અને કેજીએફ-૨ પછી સુપરસ્ટાર યશની લોકપ્રિયતા આસમાને, ફીમાં ૪૦૦ ગણો વધારો કર્યો

મુંબઇ, નિતેશ તિવારીએ ગયા વર્ષે રામાયણની જાહેરાત કરી હતી. રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે સુપરસ્ટાર યશના નામના જોડાણથી લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા છે. હવે યશની ફીને લઈને ઘણા સમાચાર ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યશ ’રામાયણ’ માટે પાંચ ગણી વધુ ફી વસૂલી રહ્યો છે. કેજીએફ અને કેજીએફ ૨ પછી યશની લોકપ્રિયતા સમગ્ર ભારતમાં વધી છે. આ બંને ફિલ્મો એટલી જબરદસ્ત હિટ બની કે યશે તેની ફીમાં ભારે વધારો કર્યો. યશ કન્નડ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક બની ગયો છે. તેથી જ તેણે ’રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવવા માટે ૪૦૦ ટકા વધુ ફી માંગી છે.

એક અહેવાલ મુજબ યશે ’રામાયણ’ના ત્રણ ભાગ માટે ૧૫૦ કરોડ રૂપિયા માંગ્યા છે. એટલે કે ’રામાયણ’ શ્રેણીની એક ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયા. જો આપણે આ ફીની સરખામણી યશની અગાઉની રિલીઝ KGF ૨ સાથે કરીએ તો તે લગભગ પાંચ ગણી વધારે છે.કેજીએફ ૨ માટે યશે લગભગ ૩૦ કરોડ રૂપિયાની ફી લીધી હતી. હવે રામાયણ સિરીઝ માટે ૧૫૦ કરોડ રૂપિયા લઈ રહ્યો છે. જો આ અહેવાલોમાં સત્ય છે તો યશ ફીના મામલે રજનીકાંત અને પ્રભાસ જેવા સ્ટાર્સની રેસમાં આવી ગયો છે. ’રામાયણ’ના નિર્માતા યશની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેમની કેજીએફ ૨ નું કુલ કલેક્શન રૂ. ૧૨૦૦ કરોડ હતું. તેની આગામી ફિલ્મ ’ટોક્સિક’ વિશે પણ લોકોમાં ચર્ચા છે. આવી સ્થિતિમાં યશ ’રામાયણ’માં રાવણની ભૂમિકાને કેટલો ન્યાય આપશે તે જોવું રહ્યું.

નિતેશ તિવારીની ’રામાયણ’ના બજેટની વાત કરીએ તો તેને રણબીર કપૂરના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. જેનું બજેટ લગભગ ૫૦૦ કરોડ રૂપિયા હશે. મેર્ક્સ આ ફિલ્મને પરફેક્ટ બનાવવા માટે કોઈ ક્સર છોડવા માંગતા નથી. એટલા માટે આ ફિલ્મના પાત્રોને દેશના જુદા જુદા ભાગોમાંથી કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. મેર્ક્સ ટૂંક સમયમાં ’રામાયણ’ની સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. એક અહેવાલ મુજબ નિતેશ તિવારી આ વર્ષે રામ નવમીના અવસર પર ’રામાયણ’ની જાહેરાત કરશે. ત્રણ ભાગમાં બની રહેલી આ રામાયણની સત્તાવાર જાહેરાત ૧૭મી એપ્રિલે થઈ શકે છે.

’રામાયણ’ના પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગ પર છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે. ટીમ ખાસ કરીને તેના વિઝ્યુઅલ પર સખત મહેનત કરી રહી છે. હવે સમય આવી ગયો છે કે દરેકની મહેનતને એક્સાથે લાવવાનો અને દર્શકોને ’રામાયણ’નો શ્રેષ્ઠ અનુભવ આપવાનો. કલાકારોના લુક ટેસ્ટ અને પ્રી-વિઝ્યુલાઇઝેશન પર કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. મુખ્ય કલાકારોની મુંબઈ અને એલ.એ. ડિક્શન ટ્રેનિંગ ચાલુ છે. જો બધું પ્લાન મુજબ ચાલે છે, તો આ ફિલ્મ દિવાળી ૨૦૨૫ સુધીમાં સ્ક્રીન પર આવી જશે.