કેજીએફ એક્ટરના જન્મદિવસ પર દુર્ઘટના: વીજળીના આંચકો લાગતા ત્રણના મોત

KGF એક્ટર યશ આજે તેમનો 38મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યશના ચાહકો તેમનો જન્મદિવસ ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન તેમના જન્મદિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં અભિનેતાના ફેન્સ તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે તેમનો કટ આઉટ મૂકી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમના ત્રણ ચાહકોનું ઈલેક્ટ્રીક શોક લાગવાથી મોત થયું હતું. એટલું જ નહીં ત્યાં હાજર ઘણા લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર છે.

આ ઘટના ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરંગી ગામમાં બની હતી. આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. વીજળીના આંચકાથી મૃત્યુ પામેલાઓમાં એ જ ગામના રહેવાસી મુરલી નાદવિનમણી, હનમંતા હરિજન અને નવીન ગાઝીનો સમાવેશ થાય છે. ત્યાં હાજર ઘાયલ લોકોને નજીકની લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યશ દરેક બર્થડે પર તેમના ચાહકોને મળે છે. પરંતુ આ વખતે તેના વ્યસ્ત શિડ્યુલને કારણે તે તેમના ચાહકોને મળી શક્યો નથી. આ કારણે તેમણે તેમના જન્મદિવસ પહેલાં જ તેના ચાહકો માટે એક નોંધ શેર કરી હતી. યશે તેની નોંધમાં લખ્યું છે – અમે ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ની જાહેરાત કર્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે, અને તમે અત્યાર સુધી અમને આપેલો પ્રેમ અને પ્રશંસા મારા માટે ઘણો અર્થ છે. તમારો ઉત્સાહ અને મારા પ્રત્યેનો તમારો પ્રેમ મને આગળ વધવા પ્રેરે છે.

અભિનેતાએ આગળ લખ્યું- હું જાણું છું કે તમારામાંથી ઘણા મારા જન્મદિવસ પર મને વ્યક્તિગત રીતે મળવા માગો છો. પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. મારા પર વિશ્વાસ કરો, તમને મળવું એ એક વસ્તુ છે જે હું સૌથી વધુ મૂલ્યવાન છું. પરંતુ આ વખતે આપણે થોડી વધુ રાહ જોવી પડશે. કારણ કે હું 8મી જાન્યુઆરીએ દૂર રહીશ. ભલે આપણે સામે ન હોઈએ પણ તમારા બધાની પ્રાર્થના મારા માટે દરેક રીતે ખાસ છે અને હંમેશા રહેશે. પ્રેમ, યશ.

યશ છેલ્લે પ્રશાંત નીલની ફિલ્મ’ KGF: Chapter 2′ માં જોવા મળ્યો હતો. ફિલ્મનો પહેલો ભાગ 2018માં રિલીઝ થયો હતો. આ દિવસોમાં યશ તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ની તૈયારીમાં વ્યસ્ત છે.