કેટલાક જજ એટલા આળસુ છે, સમયસર ચુકાદો પણ આપતા નથી: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ચેલમેશ્ર્વર

કોચી,સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ જે ચેલમેશ્ર્વરે કેટલાક જજોને આળસુ કહ્યા છે. તેમણે કહ્યું કે કોલેજિયમ ખૂબ જ અપારદર્શક રીતે કામ કરે છે. ઘણીવાર જજ વિરુદ્ધ કોઈ આરોપો સામે આવે છે, તો ત્યારે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક જજ આળસુ છે અને સમયસર ચુકાદો પણ આપતા નથી. તેમને ચુકાદાઓ લખવામાં વર્ષોના વર્ષ જતા રહે છે. ઘણા જજ તો એવા છે કે તેમને કામકાજ કેવી રીતે કરવું તેની પણ ખબર નથી.

જસ્ટિસ ચેલમેશ્ર્વર મંગળવારે કેરળના કોચીમાં ’શું કોલેજિયમ બંધારણથી અલગ છે’ વિષય પર સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોલેજિયમ સમક્ષ ઘણા મામલા આવે છે, પરંતુ ઘણીવાર કંઈ થતું નથી. જો જજો સામેના આરોપો ગંભીર છે તો તરત જ કાર્યવાહી થવી જોઈએ. સામાન્ય રીત એ છે કે જેની સામે આરોપ મૂકવામાં આવ્યો હોય તેવા જજની બદલી કરી દેવામાં આવે છે.

તેણે કહ્યું કે, હવે જો હું કંઈક કહું તો નિવૃત્તિ પછી મને એવું કહીને ટ્રોલ કરવામાં આવશે કે હું ન્યાયતંત્રને કેમ પરેશાન કરી રહ્યો છું, પરંતુ આ મારું નસીબ છે. મેં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન કેસમાં મારા અસંમત ચુકાદામાં મેં ક્યારેય ન્યાયાધીશોની પસંદગી કાર્યપાલિકાને સોંપવાનું સૂચન કર્યું નથી. હું બીજા કોઈ કરતા આ અંગેના જોખમોને વધુ જાણું છું.

જસ્ટિસ ચેલમેશ્ર્વરે કાયદા મંત્રી કિરેન રિજિજુના ૪૨માં સુધારા અંગેના નિવેદન પર કહ્યું- ’કોલેજિયમ સિસ્ટમને કેવી રીતે મજબૂત બનાવવી તેના પર કોઈ યાન આપી રહ્યા નથી. જેથી સામાન્ય માણસને તેનો લાભ મળે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે વકીલને કહ્યું કે મારી સત્તા સાથે રમત ન કરો. આ માટે તેણે વકીલને ઠપકો પણ આપ્યો હતો. ખરેખરમાં, વકીલ કોર્ટમાં કેસની સુનાવણીની તારીખ જલ્દી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.