કેટરીનાએ ૪૦ મો જન્મદિવસ પતિ વિકી સાથે વિદેશમાં ઉજવ્યો

મુંબઈ,કેટલાંક દિવસો પહેલા અમેરીકાથી રજાઓ ગાળ્યા બાદ પરત ફરેલા વિકી કૌશલ અને કેટરીના કૈફ ફરી એકવાર હોલી-ડે ઉજવવા પર નીકળી પડયા છે. ખરેખર તો 16 જુલાઈએ કેટરીનાનો જન્મ દિવસ હતો અને આ વખતે 40 મો જન્મદિવસ ઉજવવા કપલ રજાઓ ગાળવા નીકળી પડયુ હતું. શનિવારની સવારે જ વિકી અને કેટરીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.જોકે આ કપલ રજાઓ ગાળવા કયાં જઈ કયાં ગયુ હતું તે હજુ બહાર નથી આવ્યું.

ઉલ્લેખનીય છે કે, કેટરીનાના ગત જન્મ દિવસે પણ આ કપલ રજાઓ ગાળવા બહાર ગયુ હતું. ત્યારે તેઓ એક આયરલેન્ડ પર ગયા હતા. જયાં કબીરખાન, મીની માથુર, સની કૌશલ અને શર્વરી વાઘ પણ તેમની સાથે હતા.

બાદમાં એક ચેટ શોમાં કેટરીનાએ જણાવ્યું હતું કે, ત્યારે કોરોના બિમારીના કારણે મુશ્કેલ સમયમાં પસાર થઈ રહી હતી, એટલે વિકીએ તેને હસાવવા માટે તેના અને ગીતો પર પફોર્મન્સ કર્યુ હતું હવે જોવાનું છે કે આ વખતે વિકી કેટરીના માટે શું ખાસ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના ટાઈગર-3 માં જોવા મળશે.