ગાંધીનગર: રાજ્યભરમાં ચકચાર જગાવનાર આણંદ જિલ્લા કલેકટર ક્લિપિંગ કાંડમાં તત્કાલી નાયબ કલેક્ટર કેતકી વ્યાસે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આ અરજી પર સુનાવણી પૂર્વે વધુ એક મુદત તા. 6 નવેમ્બર આપવામાં આવી છે. આણંદ જિલ્લા કોર્ટ દ્વારા અગાઉ બે વખત કેતકી વ્યાસની જામીન અરજીને ફગાવવામા આવતા તત્કાલીન નાયબ કલેકટર કેતકી વ્યાસે હાઇકોર્ટનું શરણું લીધું છે. આણંદ જિલ્લામાં કલેકટર તરીકે અગાઉ ફરજ બજાવતા ડી.એસ ગઢવી સાથે તત્કાલીન અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસ અને ચીટનીશ તથા તેના મળતીયા દ્વારા કલેક્ટર કચેરીની એન્ટી ચેમ્બરમાં તેમની જાણ બહાર એક મહિલા સાથે કઢંગી હાલતનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો કે, જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જોકે, સરકારી કચેરીમાં વીડિયો ઉતારવાની ઘટના બાદ સરકાર સતર્ક બની હતી અને સમગ્ર બનાવવાની તપાસ એટીએસને સોંપી હતી. જેમાં આ વીડિયોમાં અધિક મહિલા કલેક્ટર કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે. ડી. પટેલ તથા એડવોકેટ મિત્ર હરીશ ચાવડા દ્વારા ઉતારવામાં આવી હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ આણંદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ કેતકી વ્યાસ બીલોદરા જેલમાં છે જ્યારે બાકીના બે આરોપી આણંદ સબજેલમાં છે. મહિલા આરોપી કેતકી વ્યાસ દ્વારા જામીન માટે આણંદ જિલ્લા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં બે મુદત પડ્યા બાદ 15મી સપ્ટેમ્બરે અરજીને ફગાવી દેવામાં આવી હતી. જયારે આણંદ સબજેલમાં રહેલા બે આરોપી જે. ડી. પટેલ અને તેના એડવોકેટ મિત્ર હરેશ ચાવડા આણંદની જિલ્લા કોર્ટમા જામીન અરજી કરી તે પણ ગઈકાલેના મંજૂર કરવામાં આવી હતી.
બીજી બાજુ તત્કાલીન નાયબ કલેકટર કેતકી વ્યાસ દ્વારા હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી ગઈકાલે હાથે કરવામાં આવી હતી પરંતુ પોલીસે આ કેસમાં ચાર્જ સીટ રજૂ કરી દીધી છે. જેમા પોલીસ દ્વારા વધુ ચાર કલમ ઉમેરવામાં આવી છે. જેમાં આઇપીસીની 354 સી જેમાં કોઈ મહિલાની જાણ બહાર તેના ફોટા કે વિડીયો ઉતારવા તેમજ આઈપીસી 201 પુરાવાનો નાશ કરવો આઇપીસી 292 અશ્લીલ વિડિયોને વાયરલ કરવા તેમજ એડવોકેટ હરિશ ચાવડા દ્વારા સ્ત્રીઓની વ્યવસ્થા કરી આપવા બાબતે ઈમમોરલ ટ્રાફિકીંગ એક્ટની કલમો ઉમેરવામાં આવે છે.
આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવીને કલેકટર ડી.એસ. ગઢવીને અશ્લીલ વીડિયો કાંડમાં ફસાવવા મામલે આણંદ એલસીબીએ 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવી કેટલીક માહિતી મેળવી હતી પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવ્યા હતા. આ ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન કલેક્ટર કચેરી ખાતેથી બે સીપીયુ અને એક લેપટોપ કબજે કર્યા હતા અને ત્યારબાદ આરોપીઓ દ્વારા જે જગ્યા પર પુરાવાઓ નાસ કરવા પ્રયત્ન હાથ ધરાયો હતો.